Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 272
________________ સામાજિક ખેંચતાણ ૨૪૩ પણ, તથા તેને જે સતત યુદ્ધ કર્યા કરવાનું છે, તેનાં જોખમમાં પણ પિતાને ભાગ સ્વીકારી લેવો જોઈએ. નાગરિકોને તમામ સમુદાય – અમુક વર્ગ જ નહીં – સંસ્કૃતિને ટકાવી રાખવાની મજૂરીમાં તથા તેને તેડી પાડવા મથતાં બળોએ ઊભી કરેલી મોટી ખેંચતાણમાં પિતાને ફાળે આવતા હિસે ઉઠાવી લેવા તૈયાર હોય, ત્યારે જ ઉચ્ચ સંસ્કૃતિ સંભવિત બને છે. આપણું નાગરિકતાનો અર્થ આપણે એટલે જ કરીએ કે, જે કોઈ સારી વસ્તુઓ મોજૂદ છે, તેમાં ભાગ મેળવવાને હક આપણને તેનાથી પ્રાપ્ત થાય છે, તે આપણે માનવજાતિની પ્રગતિ રોકનારાં બળને પક્ષ લઈએ છીએ એમ નકકી જાણવું. પ્રગતિનો અર્થ જ એ છે કે, જે કેમાં પહેલાં જવાબદારીનું ભાન નહોતું, તેમનામાં તે ભાન ઊભું કરીને તેને વિસ્તાર કરે; તથા જેઓમાં તે પહેલેથી હતું, તેને વધુ ઊંડું બનાવવું. હવે જે પ્રશ્ન ઉઠાવવામાં આવે કે, આ સામાજિક ખેંચાતાણો કેવી રીતે ઊભી થાય છે, તથા તેમનું મૂળ શું છે, તે તેના જવાબમાં એક સુપ્રસિદ્ધ ચર્ચા તરફ ધ્યાન ખેંચ્યા સિવાય બીજો કોઈ સારા માર્ગ હું જોતો નથી. તે ચર્ચા, સમાજજીવનમાં “પ્રેમ” અને “ઢેષ”શે ભાગ ભજવે છે, તે બાબતને લગતી છે. આધુનિક લેખકેમાં મિ. ચેસ્ટને,* ચણતરની કમાનના જુદા જુદા અવયવોના નીચે પડવાના વલણથી જ આખી કમાન અધ્ધર ઊભી રહે છે, એ ઉપમા વડે એ બાબતનું એક સુંદર ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. “પ્રેમની શ્રેષ્ઠતા” એ માનવસમાજનો સર્વોત્તમ સિદ્ધાંત છે, એ વિષે ઘણા લેખકોએ ઘણું કહ્યું છે. આપણું “સામાજિક પ્રશ્નોને “ઉકેલ” પણ તે બળની મદદથી લાવવા બાબત ઘણું કહેવામાં આવ્યું છે પ્રેમને સમાજમાં અબાધિત સામ્રાજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336