________________
ર૪ર . સર્વોદયની જીવનકળા રાખવામાં સહન કરવી પડતી સામાજિક ખેંચાતાનું પ્રમાણ પણ વધતું જાય છે. એ લોકો તો પોતાના આદર્શ સમાજની કલ્પનાને એક એવા બરાબર ગોઠવેલા યંત્રરૂપે રજૂ કરે છે, કે જે ચાવી ભરેલા ઘડિયાળની માફક પિતાની મેળે જ ચાલ્યા કરે છે જેથી તેના સભ્યોને તે જીવનની ખેંચાતાથી સદંતર મુક્ત એવું ગંભીરતા અને જવાબદારીઓ વિનાનું જીવન ચાલુ જીવ્યા કરવાનું રહે છે. તેઓના ખ્યાલમાં એ વસ્તુ નથી આવી લાગતી કે, માણસની બનાવટ જ એવા પ્રકારની છે કે, તેને એવી પરિસ્થિતિ હેઠળ જીવવું જ અશકય છે.
વચ્ચે વચ્ચે બેજવાબદાર હળવા જીવનના ગાળાઓ ન આવતા હોય તે આપણને બધાને જીવન અસહ્ય જ લાગે. પરંતુ જે તેના જીવન સિવાય બીજું કશું જ આપણે માટે બાકી ન રહેતું હોય, તે તો તે જીવન અસહ્ય તો શું, પણ તેથીય વધારે મુશ્કેલ બની જાય. એ દિશામાં માનવપ્રગતિ જ સંભવિત નથી. જેમ જેમ પ્રગતિની ભૂમિકા ઊંચી બનતી જાય છે, તેમ તેમ ખેંચતાણ પણ વધતી જાય છે. જેમ જેમ જીવનનાં મૂલ્ય મેટાં બનતાં જાય છે, તેમ તેમ તેમને ખોઈ બેસવાનો ભય પણ વધતું જાય છે, તથા તેમને સાચવી રાખવાની ફરજનું દબાણ પણ વધતું જાય છે. સમાજ પિતાના સભ્યોની જવાબદારી ઓછી કરીને આગળ પ્રગતિ ન કરી શકે; પરંતુ તે જવાબદારીનું ક્ષેત્ર વિસ્તારીને, તથા સમાજના બધા વર્ગોમાં તેનું ભાન ઊભું કરીને જ તેમ કરી શકે. ગરીબ કે તવંગર, હાથનું કામ કરનાર કે માથાનું કામ કરનાર, એમ બધાએ પિતાને સામુદાયિક હિતના જવાબદાર ટ્રસ્ટી ગણતાં શીખવું જોઈએ; તથા સંસ્કૃતિના લાભમાં જ નહીં, પરંતુ તેને જે જવાબદારીઓ વહન કરવાની છે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW