________________
૨૩૪
સર્વોદયની જીવનકળા તે મનુષ્ય વચ્ચે ઊભો થતો પ્રેમ એ એક ક્ષીણ થતી તથા નાશ પામતી વસ્તુ છે.
સહકાર એટલે માનવ પ્રજને સિદ્ધ કરવામાં શક્તિનો બચાવ કરવાની પદ્ધતિ – એ ઘણું વાર અર્થે કરવામાં આવે છે. અને અવ્યવસ્થિત પ્રયત્નની સરખામણીમાં તેનાથી શક્તિને બચાવ થાય છે પણ ખરે. પરંતુ તેની આ જાતની વ્યાખ્યાને જ્યારે એવો અર્થ કરવામાં આવે છે, જેમ જેમ સહકાર વ્યાપક બનતું જાય, તેમ તેમ માનવજીવન નૈતિકદૃષ્ટિએ સહેલું બનતું જાય, ત્યારે તેને જરૂર ખટે કહેવો જોઈએ. સહકાર સિદ્ધ કર્યો એટલે સંકલ્પશક્તિને કામ કરવામાંથી મુક્તિ મળી ગઈ એવું હરગિજ નથી બનતું. ઊલટું, ત્યાર પછી તે મનુષ્યની સંકલ્પશક્તિને વધુ ઉચ્ચ તથા મુશ્કેલ ભૂમિકાએ નવું કામ કરવાનું આવે છે. અર્થાત્ જે સંગઠિત જીવન અસ્તિત્વમાં આવ્યું હોય, તેને સતત પ્રાણપૂર્ણ કરવાનું, અને બીજા શબ્દોમાં કહીએ તો, સહકારના તત્ત્વનું જ ધારણ છેષણ કરવાનું કામ આવે છે. સહકાર કરનારી વ્યક્તિઓને સતત આત્મનિયંત્રણ કરવું પડે છે. એ રીતે જોતાં, આખા જગદ્રવ્યાપી સહકારરૂપ “સંસ્કૃતિની એકતા” પણ આરામ અને નિરાંતની સ્થિતિ હોવાને બદલે નૈતિક પ્રયત્નની પરાકાષ્ઠારૂપ હશે; અને તેની તાકાત પણ વિશ્વના ભંડારમાંથી, વીજળી કે પાણીની પેઠે, એમ ને એમ મફત મળવાની નહીં હોય. તેને તે સહકાર કરનારાઓએ પિતાની સંકલ્પશક્તિને સતત ઉપયોગમાં લાવીને ઉત્પન્ન કરવી પડશે. તે સિવાય તે બીજે કયાંયથી મળી શકવાની નથી.
તેથી સહકાર એટલે માણસની સંકલ્પશક્તિને કડાકૂટમાંથી, બજામાંથી, જોખમમાંથી કે જવાબદારીમાંથી મુક્ત કરી, તેને પિતાની વૃત્તિ કે સફૂર્તિ અનુસાર મરજી મુજબ જીવવાને માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org