________________
ગુણવિકાસ
૧૯૩ કાલ્પનિક છે, તથા માત્ર નકશા ઉપર જ અસ્તિત્વમાં હોય છે, એમ કહેવાનો અર્થ એ નથી કે વિષુવવૃત્ત-રેખાની કશી કિમત નથી. દરેક વસ્તુ પિતાને કમમાં અને સ્થળમાં જરૂરી છે. જશે એ કંઈ ગુણની વિરોધી વસ્તુ નથી; જેમ ભૌતિક એ આધ્યાત્મિકનું વિરોધી નથી તેમ. જોકે કેટલાક ફિલસૂફ તેથી ઊલટું કહેતા દેખાય છે. જશે પણ જ્યાં સુધી ગુણને પદભ્રષ્ટ કરીને પિતે રાજા થઈ ન બેસે, ત્યાં સુધી તેની પણ ખાસ કિંમત છે; તે રાજા થવા તાકે કે તરત તેની એ કિંમત દૂર થઈ જાય છે. નોકર તરીકે ગુણાકારના કઠાની ઉપયોગિતા અનિવાર્ય છે; પરંતુ તે જે શેઠ થઈ બેસે તો તેને જુલમ અસહ્ય થઈ પડે. જથા અને ગુણ વચ્ચે એક આંતરિક સંબંધ છે; અને અમુક સ્થળે તે તે બહુ ગાઢ બની જાય છે. સૌથી મોટામાં મોટા ગુણ, કે જેમને સામાન્ય રીતે સત્ય, શિવ કે શુભ, અને સૌંદર્ય કહેવામાં આવે છે, તેમને સ્વભાવ જ વૃદ્ધિગત થયા કરવાનો છે. “ ગુણ તરફ પ્રથમ નજર રાખો, એટલે પૂરતું જ તમને આપોઆપ મળી રહેશે.” “ “ઉત્તમ” તરફ નજર રાખે, એટલે “વધારે” તે આપોઆપ આવી રહેશે.” – એ વાક્યો જથા અને ગુણ વચ્ચેનો સાચો સંબંધ વ્યક્ત કરે છે.
આને તમે એક પ્રકારની શ્રદ્ધા કહી શકે. પરંતુ ઉદ્યોગને જેમ તેની પિતાની નીતિની જરૂર છે, તેમ પોતાની શ્રદ્ધાની પણ જરૂર છે. ઉપર જણાવેલાં વાક્યો ઔદ્યોગિક શ્રદ્ધાના સારરૂપ છે. ઉદ્યોગને દિગ્દર્શક થઈ શકે તેવાં તથા આર્થિક તેમ જ નૈતિક દૃષ્ટિએ મહાન પરિણામે નિપજાવી શકે તેવાં તેથી વધુ સારાં વાક્યો હું બીજા કોઈ જાણતું નથી. વ્યાપારી જગતના કેટલાક મહાન અગ્રણીઓ એ વસ્તુ જાણતા હોય સ.-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org