________________
સર્વોદયની જીવનકળા મીમાંસકો જે સામાજિક રોગોનું નિદાન કર્યા કરે છે, તે બધાનું મૂળ ભૌતિકવાદ નથી; પરંતુ ભૌતિક તત્ત્વને દુરુપયોગ છે, તેને કરેલો અન્યાય છે, અકુશળતાથી કરેલું કામકાજ છે, વસ્તુઓનો બિનઆવડતપૂર્વક કરેલો ઉપગ છે, અને મજૂરીમાં દાખવેલી હરામખોરી છે. એ તે પિતાના વિશ્વાસઘાતી ટ્રસ્ટીઓ ઉપર તેણે લીધેલું વેર છે. તમે ભૌતિક તત્ત્વ સાથે મિત્રાચારીભરી રીતે વર્તે, તે તે તમને કાયમનાં રહેઠાણે પૂરાં પાડશે; પરંતુ તેને તમારે દુશમન બનાવશે, તે તે તમને અંધારખીણમાં ધકેલી મૂકશે.
“ભૌતિકવાદ, “પરિગ્રહીપણું,” “હરીફાઈ” – આજની ઔદ્યોગિક સંસ્કૃતિ સામે વારંવાર કરવામાં આવતા આ ત્રણ આક્ષેપનો અર્થ લગભગ સરખે જ થાય છે, અને મેં જણાવ્યું છે તેમ, તે આક્ષેપ પાછળ કંઈક મહત્ત્વને અર્થ જરૂર છે. પરંતુ તે કર્યો? અત્યાર સુધી જે વિચારસરણીને આપણે અનુસરતા આવ્યા છીએ, તેમાંથી એનો જવાબ આપણને મળે છે. તે ત્રણે આક્ષેપ કદ અથવા કથાને ઉદ્દેશીને છે; અર્થાત્ ભૌતિક તત્ત્વના મોટા જથા સામે, મિલકતના મેટા જથા સામે, અને ધનના મેટા જથા સામે છે. ભૌતિક તત્ત્વ પ્રત્યે જરાય આદર વિનાને તથા જરાય ભય વિનાને ભૌતિકવાદ; “વધારે'ની જ માગણી કર્યા કરતું પરિગ્રહીપણું અને કેણ સૌથી વધારે પડાવી જાય છે એ મુદ્દા ઉપર જ ચાલતી હરીફાઈ – આ ત્રણ જરૂર આપણું અધોગતિ કરે છે, તથા આપણને નુકસાન કરે છે. કાળ અને ગુણ પ્રત્યે દુર્લક્ષ કરી, સ્થળ અને જથાની જ ઉપાસના કરતા જમાનાના તે ત્રણે દુર્ગુણે છે. પરંતુ ભૌતિક તવા પ્રત્યે આદર અને ભયની લાગણીવાળે ભૌતિકવાદ, અર્થાત્ ઉદ્યમ વડે તે તત્ત્વમાંથી “સૌંદર્યભરી અને આનંદભરી ચીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org