________________
૧૭૪
સર્વોદયની જીવનકળા પરિશ્રમથી સિદ્ધ કરવામાં આવી છે. તેના શરૂઆતના દિવસમાં દેઢડાહ્યાઓ ખાતરીબંધ રીતે ભવિષ્ય ભાખતા કે, માણસજાતની અવિશ્વાસપાત્રતાને કારણે તે વસ્તુ સંભવિત થવાની નથી. તેઓ કહેતા કે, જિંદગીને વીમે ઉતારવાની વસ્તુ દેશને ખૂન અને આપઘાતના કિસ્સાઓથી ભરી કાઢશે; જે ઘરને આગને વીમો ઉતરાવવામાં આવ્યું હશે, તે બધાં તરત જ બાળી નાખવામાં આવશે, જે વહાણેને વીમો ઉતરાવવામાં આવ્યું હશે, તેમને હાથે કરીને ડુબાડી દેવામાં આવશે; વળી જે જોખમેન વીમે ઉતારવાનું ઠરાવવામાં આવે, તેમની બાબતમાં કઈ પ્રકારની ગણતરી કે અંદાજ તૈયાર કરવાં અશક્ય છે; અને કદાચ તૈયાર કરવામાં આવે, તેય વીમો ઉતરાવનારા કે વીમે ઉતારનારા એ આખી વસ્તુ ઈજજતપૂર્વક પાર પાડશે એ ભરેસે રાખી શકાય નહિ. પરંતુ હવે તે પુરવાર થઈ ચૂક્યું છે કે, એ બધા ભવિષ્ય-ભાખનારાઓએ વિજ્ઞાનની શક્યતાઓની પેઠે જ માનવસ્વભાવની ભરોસાપાત્ર થવાની શક્તિનો પણ અતિશય ઓછો અંદાજ બાંધ્યો હતો. આજે આપણે કરાના વરસાદ સામે પાકને, ઘલાત સામે વેપારને, વરસાદ સામે ઉજાણીને, અને આપણી તેમ જ આપણા ઘેડાની જિંદગીને વીમે ઉતરાવી શકીએ છીએ. તથા હજુ પણ, વ્યક્તિઓ કે આખી પ્રજાએ જે ભયંકર જોખમમાં સપડાઈ શકે તેમ છે, તેમાંનાં બાકી રહેલાં ઘણુને આ ઉપકારક વિજ્ઞાન પિતાને કાબૂમાં લાવી શકશે. ભલે તેમાંનાં ઘણાં અત્યારે એવાં લાગતાં હોય કે જેમને વીમે ઉતારવો અસંભવિત જ હોય. આ પરસ્પર વીમે ઉતારવાની પદ્ધતિમાં આપણે એક નૈતિક સિદ્ધાંતને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે મળીને કામ કરતો જોઈએ છીએ. તેના ઉપગના વિસ્તારને અંત જ નથી. માણસ “જન્મથી જ ટ્રસ્ટી” છે, અર્થાત્ ટ્રસ્ટીપણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org