________________
પરિશિષ્ટ
૧૭૭ તેના પ્રારંભિક પ્રયોગો ભલે નિષ્ફળ કે અતિશય નુકસાનના ખાડામાં ઉતારનારા પણ નીવડે; પરંતુ તેની પાછળ સિદ્ધાંત જે સાચે હોય, તે સફળતા એ તે અમુક સમય અને ખર્ચને જ સવાલ ગણાય.
એ જનાનું મહત્ત્વ એ બાબતમાં રહેલું છે કે, તે આંતરરાષ્ટ્રીય ઐક્યનો પાયે રાજકીય ક્ષેત્રને બદલે વ્યાપારી ક્ષેત્રમાં શોધે છે. અને તે માટે તે એવા સિદ્ધાંતનો ઉપયોગ કરવા માગે છે કે જેને અમલમાં મૂકવા માટે અતિશય ઉચ્ચ કેટીની વૈજ્ઞાનિક પદ્ધતિનું આયોજન તૈયાર છે, તથા વિરોધી સ્વાર્થોનું એકીકરણ સાધવામાં તથા જોખમકારક સંબંધોને શાંતિમય સંબંધોમાં ફેરવી નાખવામાં જેની સફળતા પુરવાર થયેલી છે.
પ્રો. રૉઇસ કહે છે કે, “આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે હાલમાં આડકતરી રીત અખત્યાર કરવી જોઈએ.” તેમનું આ કથન સામાન્ય નીતિ શિક્ષણની બાબતમાં પણ ધ્યાનમાં લેવા જેવું છે. આંતરરાષ્ટ્રીય નીતિના શિક્ષણ માટે સામાન્ય સિદ્ધાંતે તારવી કાઢીને તે વિષે પુસ્તકે લખવાં કે સીધે ઉપદેશ આપવાને માર્ગ લે, એ વસ્તુ ભલે અમુક અંશે ઉપગી હોય, પણ પૂરતી તે નથી જ. એ રીતે તેને “શીખવી’ ભલે શકાય; પરંતુ તે રીતે તેને કદી “શીખી” ન શકાય. તેને અસરકારક રીતે શીખવા માટે તેને આચરણમાં મૂકવાનું કોઈ ક્ષેત્ર તૈયાર કરવું જોઈએ, (કઈ પણ વસ્તુ શીખવાને એ એક જ માર્ગ છે,) અને તેને તે હેતુ માટે નીમવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓની સંભાળ નીચે મૂકવું જોઈએ.
દરેક પ્રજાએ બીજી પ્રજાની મિલકત ઉપર હાથ ન નાખ જેઈએ, કે તેની માલકીમાં કશી દખલગીરી ન કરવી સ–૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org