________________
૧૬૩
હકે અને ફરજો મુશ્કેલ, અને બેજારૂપ ફરજોને પણ. પિતાના જાતિબંધુઓની સેવામાં પોતાની જિંદગી જોખમમાં નાખવાને અને મરજી હેય તે તે અર્પણ પણ કરવાનો તેને હક છે. તે જ પ્રમાણે કામ કરવાને પણ તેને હક છે. સારા પગાર માટે જ નહિ, પણ મરજી થાય તે પગાર વિના પણ. અને એ વસ્તુ કેટલાક ઉત્તમ પુરુષોને હંમેશ પસંદ પડવાની.
આધુનિક જગતમાંથી જ હું તમને એક દાખલો આપું. અમેરિકામાં થોડા વખત પહેલાં જ ડૉ. ચાર્લ્સ પ્રેટિસ સ્ટીઝ મરણ પામ્યા. વીજળીના ઉપગે શોધવાની બાબતમાં તે અગ્રણે હતા, અને એ બાબતમાં તેમની પ્રજ્ઞાશક્તિ અદ્ભુત હતી. ઘણાં વર્ષ સુધી તે અમેરિકાની મહાન ઔદ્યોગિક પેઢીઓમાંથી એક – ધી જનરલ ઈલેક્ટ્રિક કંપની – ની નોકરીમાં તકિદ કે ખાસ જાણકાર તરીકે રહ્યા હતા. અતિશય પૈસાદાર તરીકે તેમની ખ્યાતિ હતી, તથા તે કંપનીમાં તેમને ભાગ વિષે, તથા તેમની નોકરીના બદલામાં તેમને મળતા જગી પગાર વિષે ઘણું મોટી મોટી વાતો લોકમાં ચાલતી હતી. તેમના મૃત્યુ બાદ તેમનું વસિયતનામું જાહેર કરવામાં આવ્યું, ત્યારે લોકોને નવાઈ સાથે માલૂમ પડ્યું કે, આ દુનિયામાં તેમની કુલ મિલકતમાં એક જૂની પુરાણું મેટર, બીજી ડીક નજીવી ચીજે, અને કારખાનાના મજૂર તરીકે મળેલ ત્રણસો પાઉંડના વીમાને જ સમાવેશ થત હતો. તે કંપનીમાં તેમને એક પણ શેર ન હતો, અને તેમણે પિતાની મરજીથી જ કાંઈ પણ પગાર કે ભાગ સ્વીકારવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, “હું કામને ખાતર જ મારું કામ કરવાને છું; પૈસા ખાતર હરગિજ નહીં.' એમનો દાખલો અનુસરવા જેવું છે કે નહીં એની ચર્ચા હું નથી કરવા માગતે; પરંતુ એક વસ્તુ હું જરૂર કહીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org