________________
૧૫૬
સર્વોદયની જીવનકળા સંસ્થાઓમાં – ઘણય વિદ્યાપીઠમાં, જેવી કે, અત્યારે જેમાં વ્યાખ્યાન આપવાનું મને માન મળ્યું છે? – એ વસ્તુ સિદ્ધ પણ થઈ છે. સંગઠનનાં રાજકીય સિવાયનાં બીજા સ્વરૂપે ગમે તેટલા વ્યાપક સંબંધ માટે પણ માનવજાતિ માટે જરૂર ખુલ્લાં છે. અહીં તહીં કોઈ સ્થળે રાજકારણ તેમના કરતાં વધારે શેરબકોર કરતું જણાય તેથી આપણે ભેળવાઈ જવાની જરૂર નથી. આવી બધી બાબતો સ્થિર ઊભી રહેનારી હોતી નથીએટલે કાળભાવનાથી વિચાર કરનારને જરૂર પોતાનાં સ્વપ્ન સેવવાને હક છે.
૧૩
હકો અને ફરજો ગયા પ્રકરણમાં તારવેલા નિર્ણય ઉપર આવવાને બીજે પણ એક માર્ગ છે, અને તે આ સ્ટીવન્સન-વ્યાખ્યાનમાળાની શરતોમાં પ્રાધાન્ય ભેગવતા “જવાબદારી” શબ્દ દ્વારા.
જવાબદારીના ખ્યાલ તરફ માનવ સ્વભાવનું વલણ બહું વિચિત્ર છે. માણસે તેને શોધે છે, અને તેનાથી દૂર ભાગે છે; તેને ચાહે છે, અને તેને ધિક્કારે છે, તેમાંથી મુક્ત થવાની માગણી તેઓ હંમેશ કરતા હોય છે, અને જ્યારે તેમની પાસેથી તે લઈ લેવામાં આવે છે, ત્યારે તેઓ ગુસ્સે થાય છે, અને પિતાનું અપમાન થયું હોય તેમ માને છે. તેઓ બીજા ઉપર જવાબદારી નાખવાને તત્પર હોય છે, પરંતુ બીજાઓ તેમની ઉપર જવાબદારી નાખવા આવે છે, ત્યારે તેનો વિરોધ કરે છેરાષ્ટ્રસંઘમાં આ એક કાયમની મુશ્કેલી છે. પ્રજાએ એક - ૨. ગ્લાસગો યુનિવર્સિટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org