________________
૧૫૪
સર્વોદયની જીવનકળા કેટલાંયે મંડળે એવાં છે કે જેમનામાં કાળની દૃષ્ટિએ ઊંડે મૂળ નાખેલી ટ્રસ્ટીપણાની પરંપરાઓ દઢ રીતે સ્થાપિત થયેલી છે. માલની ઉત્પત્તિ તેમ જ વેચાણની બાબતમાં સહાયકારી મંડળીઓની હિલચાલે એ વસ્તુનો સામાન્ય વ્યાપારી ક્ષેત્રમાં પણ ઘણે પ્રચાર કર્યો છે. બીજા પણ ઘણાય દાખલા આપી શકાય. આપણા પિતાના ઇંગ્લંડ દેશમાં જ ન્યાય ચૂકવનારા ટ્રસ્ટીઓ જેવી ન્યાયાધીશી અદાલતો પણ લાંચ-રુશ્વત કે બીજા કેઈ પણ જાતનાં દબાણથી પર પુરવાર થઈ છે. હવે આપણને રુશ્વતખેર ન્યાયાધીશની બીક રહી નથી. કોઈ પણ માણસ અપીલે માટેની હાઈ કોર્ટમાં જઈને ત્યાં ચાલતું કામ એક દિવસ પણ જોઈ આવશે, તે તેને ઊંચામાં ઊંચી જાતના ટ્રસ્ટીપણાનો નમૂનો જોવા મળશે. આપણું ફેજદારી અદાલતમાં પણ એવી જ વસ્તુસ્થિતિ છે; અને જેમ જેમ સ્ત્રીઓને મેજિસ્ટ્રેટ તરીકે વધુ પ્રમાણમાં નીમવામાં આવશે, તેમ તેમ તે વધુ વ્યાપક બનતી જશે. કારણ કે, સ્ત્રીઓ ઉપર ટ્રસ્ટીપણાનો ભાર નાખવામાં આવે છે, ત્યારે તેઓ ઉત્તમ ટ્રસ્ટીઓ બની શકે છે, અને નાગરિક તરીકેનું તેમનું સાચું કાર્ય બરાબર બજાવે છે. દાક્તરી ધંધામાં પણ ઈજજતનું ઊંચું ધારણ વેપારી-દષ્ટિની ઉપરવટ રહે છે. કમાવાની દાનત નથી જ હતી એમ નહિ, પરંતુ તેને પ્રાધાન્ય મળતું નથી. જે મળે, તે લોકોને વિશ્વાસ તે ધંધા ઉપરથી તરત જ ઊઠી જાયસારે દાક્તર પિતાને દરદીના જીવનને ટ્રસ્ટી માને છે. તેથી પણ વધુ ધ્યાન ખેંચે તેવી વસ્તુસ્થિતિ તે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં છે. તેમાં બૌદ્ધિક સહકારની વસ્તુ આગળ વધતી જાય છે. માનવજાત પ્રત્યેની પિતાની મહાન ફરજેને ભાનવાળા બની આખી દુનિયાના વૈજ્ઞાનિકે એક જમાતરૂપ બનતા જાય છે. એ વસ્તુ જેમ જેમ આગળ ધપતી જશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org