________________
૧૪૮
સર્વોદયની જીવનકળા તેના સભ્ય પોતાના રોજના કામકાજ દરમ્યાન પોતાને માટે કે પડોશીઓને માટે જે કાંઈ કરે છે તેના સારા-નરસા પણ ઉપર આધાર રાખે છે. કારણ કે, તેઓ તેમનાં લખાણે, વ્યાખ્યાનો કે ધર્મોપદેશમાં ગમે તેવાં સવચનો વાપરતા હોય, પરંતુ જ્યાં સુધી તે બધાં તેટલી જ સારી લેવડદેવડની વસ્તુઓમાં કે અરસપરસની સેવાઓમાં પરિણત ન થાય, ત્યાં સુધી તેમની કશી કિંમત નથી. તેથી, “સારા કામદાર”ની કલ્પનાના ચોકઠા કે પાયા ઉપર જ સારા નાગરિકની કલ્પનાનું ચણતર થવું જોઈએ. સારી નાગરિકતાનો અર્થ બીજે ગમે તે થતા હોય, પરંતુ તેના પાયામાં સારો-કામદાર-હેવાપણું હોવું જ જોઈએ. નાગરિકની કેળવણુએ 9 વસ્તુ કદી ભૂલવી ન જોઈએ. “રાજનીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર”ની માહિતીની બાબતમાં તેનું પાવરધા પણું ગમે તેટલું મોટું હશે, તે પણ તે રેતી ઉપર બાંધેલા મકાન જેવું જ નીવડશે. અરે, તેથી પણ વધારે ખરાબ નીવડશે. કારણ કે, રાજકીય અને આર્થિક બાબતેની કેળવણી ઉપર જ આધાર રાખતી, તથા ઉપર જણાવેલા અડગ ખડકના પાયા ઉપર ન રચાયેલી લેખનવિષયક, વ્યાખ્યાનવિષયક કે ઉપદેશવિષયક પ્રવૃત્તિઓ ઘણી વાર સારા નાગરિકપણાના આવિષ્કારરૂપ હેવાને બદલે, ખરાબ નાગરિકપણાના ઢાંકણરૂપ હોય છે.
હવે સારા કામદાર કે કારીગરની આ કલ્પનાનું વિશેષ સ્પષ્ટીકરણ કરીએ. “સારે કારીગર” એ શબ્દ ઉચ્ચારવાની સાથે જ આપણું મન આગળ કેટલીક પરિચિત મૂર્તિઓ ખડી થઈ જાય છે. જેમ કે સાઉથવેલના દેવળમાં એકના પાનની ન દેખાતી પાછળની બાજુને પણ બહાર દેખાતી બાજુ જેટલી જ ચોકસાઈ અને મહેનતથી કેતરતો મધ્યયુગને શિલ્પી; અથવા ઓછી રે મળવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org