________________
૧૪૯
દ્રીપણું અને ગણિતશાસ્ત્રી –એ બનાવ્યું છે. પરમાત્માનું નામ આખા જગતમાં વિજયી થાઓ!” ઔદ્યોગિક નીતિનાં બધાં તત્ત્વ આ લેખમાં છે. “યંત્રશાસ્ત્રી અને ગણીવશાસ્ત્રી” એ શબ્દોથી કુશળતા અને આવડત સૂચવાય છે, કે જેમના ઉપર ઔદ્યોગિક નીતિને આધાર છે. અને “અતિ મહાન પરમેશ્વરનો નમ્ર સેવક'-એ શબ્દોથી જે ઉત્તમતા સિદ્ધ કરવાની આકાંક્ષા તે નીતિ રાખે છે, તે સૂચિત થાય છે. - જ્યારે એ જાતને લેખ આખી ઔદ્યોગિક સંસ્કૃતિનો મુદ્રાલેખ બની જાય, ત્યારે જ ઉદ્યોગને “ઈશુમય’ કરવાની વસ્તુ કંઈક સિદ્ધ થવાના માર્ગ ઉપર આવે. મારી માન્યતા પ્રમાણે, પેલે ભલે હુસેન અલી તે કાળના તેમ જ આજના બીજા અનેક સારા લેકેની પેઠે ખરે ઈશુભક્ત હતો; ભલે તે પિતે એ વસ્તુ ન જાણતા હોય.
ટ્રસ્ટીપણું ઔદ્યોગિક નીતિનું મૂર્તિમંત સ્વરૂપ અથવા અવતાર કહેવું હોય, તે તે મેં ગયા વ્યાખ્યાનમાં જેને “સારો કામદાર કે કારીગર” કહ્યો છે, તે માણસ છે. ત્યાં મેં એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, એ “સારી કામદારી” જ સારી નાગરિકતાને પાયે છે તથા તેના સર્વ સદ્ગુણોનું મૂળ છે. આજને જમાનો જે ખરા અર્થમાં ઔદ્યોગિક હોય તે તે તેમ જ તેવું જોઈએ, એ ઉઘાડું છે. “ઔદ્યોગિક જમાન” એ જાતના નામનો કશેય અર્થ થતો હોય, તો કહેવું જોઈએ કે, તેની ચડતી કે પડતી તેના ઉદ્યોગ કે કામકાજની સારી યા નરસી જાત ઉપર જ આધાર રાખે છે. અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org