________________
નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૪૩ સામાન્ય નાગરિકધર્મની એક વ્યાપક કલ્પના માટેનાં દ્વારે ખુલ્લાં થયાં. પરંતુ ત્યાર પછી પણ રાજકીય દૃષ્ટિબિંદુની બોલબાલા કાયમ રહી; અને પછીના વખતમાં, પ્લેટે અને એરિસ્ટોટલને નજરથી દુર ર્યા વિના, હોમ્સ* રૂ* કેન્ટ* હેગલ, અને બીજા કેટલાયે તેના ઉપર આગળ કામ ચાલુ રાખ્યું છેવટે ટ્રીશ્કેએ તેને પરાકાષ્ઠાએ પહોંચાડીને જર્મનીને વિનાશના પંજામાં ધકેલી મૂકયું.
દરમ્યાન ઔદ્યોગિક ક્રાંતિરૂપે નવું જ પ્રસ્થાન શરૂ થયું. અને એક વખત એમ પણ લાગતું હતું કે, તેનાથી નવી પ્રેરણા પામેલું અર્થશાસ્ત્ર ઔદ્યોગિક નીતિ સ્થાપિત કરવામાં આગેવાની લેશે. રોબર્ટ ઓવન,* અને ઈશુભક્ત સમાજવાદીઓએ* તે દિશામાં ધ્યાન ખેંચે તેવા પ્રયત્નો પણ કર્યા. પરંતુ અર્થશાસ્ત્ર છેડા જ વખતમાં રાજકારણ સાથે એવું અટવાઈ ગયું કે, તે દિશામાં વધુ વિકાસ સધાય તેમ રહ્યું નહીં, અને ઔદ્યોગિક નીતિ માટેની માગ અરયરુદન જેવી જ રહી.
જોકે એ રુદન અરણ્યમાં થયું, તો પણ તેને અવાજ સંભળાયા વિના રહ્યો નહિ. અર્થશાસ્ત્રીઓ જ્યારે રાષ્ટ્રીય સંપત્તિના પાયા તરીકે, “જેની માગ, તેનું બજાર” એ નિયમ ઉપદેશી રહ્યા હતા, નીતિવાદીએ જ્યારે સુખ’ નામના ઓળાની આણ પોકારી રહ્યા હતા, અને ઈશુભક્ત સમાજવાદીઓ હરીફાઈવિનાના માનવબંધુત્વની કલ્પનાને બિનઅસરકારક રીતે હલાવી રહ્યા હતા, ત્યારે (ઇંગ્લંડ પૂરતી જ વાત કરીએ તો) કાર્બાઈલ, રસ્કિન,* અને વિલિયમ મેરીસ એ ત્રણ માણસો ઔદ્યોગિક જમાનાના રેનિંદા કામકાજમાં કાયમી મૂલ્ય દાખલ કરવા માટે વીરતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા હતા. દરેક કામમાં આવડત, ઉત્તમતા, અને સંપૂર્ણતા તથા તે કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org