________________
સર્વોદયની જીવનકળ સમાજવ્યવસ્થા જે લોકોની વીરતાને સંગઠિત કરી શિસ્ત હેઠળ આણનાર વ્યવસ્થા ન હોય, તો તેની પાસે કાંઈ ચાલક બળ જ ન રહે. કામમાંથી છટકવાની વૃત્તિ, કે જે કાયરતાનું હીનમાં હીન લક્ષણ છે, તેથી ઊલટી વૃત્તિ તે કામ કરવાની વૃત્તિ છે, કે જે વીરતાનું ઉત્તમમાં ઉત્તમ લક્ષણ છે. સંગઠન અને શિસ્ત દ્વારા, એ વૃત્તિ ઉત્તમતાની સાધના બની રહે ત્યાં સુધી તેને સંશુદ્ધ કરનારી સમાજવ્યવસ્થા જ સંપૂર્ણ સમાજવ્યવસ્થા કહેવાય; તથા તે કારણે જ તે સંપૂર્ણ બની શકે.
તેથી કરીને, જે લોકશાહી લોકેની સંગઠિત ને શિસ્તબદ્ધ વીરતાથી પ્રેરિત હોય ત્યારે સર્વોત્તમ રાજ્યપદ્ધતિ બની રહે છે, તે જ લેકશાહી શિથિલતા, બેવફાઈ, ગેરશિસ્ત, અને કાયરતાની ઉલટી સ્થિતિ હેઠળ હીનમાં હીન કટીની બની જાય છે. પછી તે તત્ર જલદી અને અચૂક, ભાષણિયાઓની આગેવાની હેઠળ, ટોળાશાહી કે લૂંટણિયા સમાજવાદમાં પરિણમે છે. તેના આગેવાન એવા ઘધે જ લઈ બેસે છે કે, કાચા કાનનાં ટોળાંને “સુખ’નાં એવાં વચનો આપીને મંત્રમુગ્ધ કર્યા કરવાં, કે જે કદી પાર પડી શકે તેવાં ન હોય. તે દશામાં પછી અમુક લેકમત પ્રયત્નપવક ખડો કરવામાં આવે છે; તેને સારુ વિવિધ કુનેહકળાઓ યોજવામાં આવે છે અને પેલી કુનેહબાજ કે હિંસક લઘુમતીઓ બહુમતીને એવું મનાવીને રીઝવ્યાં કરે છે કે, રાજ્ય બહુમતીનું જ ચાલે છે.
નબળી સંકલ્પશક્તિવાળાં બધાં પ્રજાતંત્રની અચૂક એ વલે થાય છે કે રાજદ્વારી કાવાબાજો અને લેભાગુઓ તેમાંથી પિતાનો લાભ ખાંડી લે છે. પ્રજાતંત્રની યેજના શાસ્ત્રષ્ટિએ જેમ વધુ સંપૂર્ણ, તેમ તેવા લોકોને વધારે ફાવે છે; તથા મતાધિકાર જેમ વધુ વિસ્તૃત, તેમ શિકાર થનારાઓની સંખ્યા પણ મોટી બને છે. એટલે, મતાધિકાર મળવાથી બધા નાગરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org