________________
વધારેમાં વધારે લેકની વધારેમાં વધારે કુશળતા ૧૦૧ કરવી જોઈએ, કારણ કે, “વધારેમાં વધારે કુશળતા” દાખવવા જતાં ‘વધારેમાં વધારે વીરતા દાખવવાનું આવી જ જાય છે, એ વાત આપણે આગળ જોઈ આવ્યા છીએ.
સામાજિક ઈતિહાસનાં બે મુખ્ય પ્રવાહે – યંત્રોદ્યોગવાદ અને લશ્કરશાહી–એ બે એકત્રિત બની, એક પ્રવાહરૂપે વહે એ શુભ વખત આવવાની સૂચના આપણને આની અંદર મળી રહે છે. એ દશા એવી છે કે તેની આશા સૌ સારા માણસોએ રાખવી જોઈએ અને તેને માટે મથવું ઘટે; જેકે આજે તે એ બે પ્રવાહે ઘણી વાર સામસામે જ વહે છે. તે દશા આવશે ત્યારે મજૂર સૈિનિકને કહેશે, “તારી વીરતા મને પ્રાપ્ત થાઓ, તથા તું જે કુશળતાથી તારી તરવાર ફેરવે છે, તે કુશળતા હું મારે હશેડે ચલાવવામાં રાખવું.” તથા સિનિક મજૂરને કહેશે, “હવે હું તારા ક્ષેત્રને જ મારી રણભૂમિ સમજીશ. મારું શિસ્તપાલન, મારી વફાદારી, મારી વ્યુહરચના, ફરજ બજાવતાં મરવાની મારી તત્પરતા, તથા લડવૈયા તરીકે મરી ઈશ્વરની ઉપાસના – એ બધું હું તારા ક્ષેત્રમાં લઈ આવીશ, હું તારે ગણવેશ પહેરીશ, અને હું તથા તું મળીને હૃદયમાં વીરતા અને આંગળીઓમાં કુશળતા સાથે એકઠા કૂચકદમ કરીશું. બનાવટ, તકલાદીપણું, અને બધા જૂઠા વ્યવહારો સામે ઉપાડેલા જંગમાં આપણે “રણભૂમિનાં સુખદુઃખ’ સાથે જ સહન કરીશું. આપણે એવાં કપડાં વણીશું કે જે ફાટે નહી, તથા એવાં મકાન બાંધીશું કે જે કયામતના દિવસનું દુંદુભી ગડગડે ત્યાં સુધી ખડાં રહે.” આમ લડાયક વૃત્તિનો નાશ કરીને નહીં, પણ સંસ્કૃતિની કીમતી થાપણ તરીકે તેને સ્વીકારી લઈને તથા તેને રોજિંદા કામકાજના પ્રેરકબળ તરીકે સાર્વત્રિક બનાવી લઈને, ઉદ્યોગવાદને પૈસાના ઢગલા કરનાર ગધ્ધાવૈતરાને બદલે કૌશલ્યયુક્ત કમલેગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org