________________
૧૧૨
સર્વોદયની જીવનકળા ચાડશે; અને દરેક વિજ્ઞાન તથા તેના આનુષંગિક હુન્નરને ભારે પ્રેરણા આપશે.
આજના જથાબંધ યાંત્રિક ઉત્પત્તિના જમાના હેઠળ વસ્તુતાએ ચાલતી મજૂરી સાથે મજૂરીની આ ફિલસૂફીને સરખાવવામાં આવે, તો તેની કર ઠેકડી થાય, એ વસ્તુસ્થિતિથી હું પૂરેપૂરી માહિતગાર છું. એમ તે, “માણસ વસ્તુતાએ એક ઉમદા પ્રાણી છે,” એ સિદ્ધાંતને જ્યારે કઈ પણ માણસનાં રોજનાં કાર્યો સાથે સરખાવવામાં આવે, ત્યારે પણ થાય. આજે કારખાનામાં ચાલતી સળંગ ક્રિયામાં અમુક જગાએ ગોઠવાયેલ મજૂર પિતાના મંત્ર ઉપર ઊભે રહીને કે જરૂર પડે ત્યારે પોતાનો હાથ વાપરીને એક જ પ્રકારનું જે કાઈ કામ કર્યા કરે છે, તે જ જે મજૂરીને અર્થ થતો હોય, તો હું જ સૌથી પ્રથમ કબૂલ કરીશ કે, બાઈબલના ઉત્પત્તિ પ્રકરણથી માંડીને “લેબર–લીડર’ના છેલ્લા અંક સુધી મજૂરી ઉપર જે શાપ વરસાવવામાં આવ્યા છે, તે યથોચિત જ છે.
તે આખાબોલા છાપામાં એક લેખક લખે છેઃ “મેટા ભાગનાં સ્ત્રીપુરુષોને મજૂરી પ્રત્યે નર્યો ધિક્કાર જ હોય છે; અને તેથી, જે તક મળે તો અંગમહેનતવાળી મજૂરી પાસેથી લેગની પેઠે તેઓ દૂર ભાગવા માગે છે, એ બીના તરફ આપણામાંના કોઈએ દુર્લક્ષ ન કરવું જોઈએ. રાજદ્વારી આગેવાનો, દેવળોના પાદરીઓ કે બીજાઓ હંમેશાં જે કહ્યા કરે છે કે, “મજૂરી એ તો દિવ્ય વસ્તુ છે,” એ નર્યું જૂઠાણું છે. ઈશ્વરે અને કુદરતે માણસને માથું એટલા માટે આપ્યું છે કે, તે પોતાના જીવનને સહેલું બનાવી શકે, અને પિતાની દુનિયાઈ મુસાફરીના સમયને મૂંઝવણ અને અગવડોના સમયને બદલે શાંત અને સુખના સમયમાં પલટાવી નાખે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org