________________
સર્વોદયની જીવનકળા
નાગરિકની કેળવણી ઉપર જ ભાર મૂકવાની આજની પદ્ધતિએ, એ ભ્રમને એઠા કરવાને છંદલે દૃઢ કરવામાં સારી પેઠે મદદ કરી છે.
૧૧૦
પરંતુ આપણે જે નાગરિકને મુખ્યત્વે ઔદ્યોગિક વ્યક્તિ ગણીએ, અર્થાત્ કામદાર ગણીએ, અને તેના રાજકીય મહત્ત્વને ગૌણુસ્થાન આપીએ, તેા પછી પ્રશ્ન એ થાય છે કે, નાગરિક તરીકેના તેના સદ્ગુણે વિકસાવવા માટે અને દુર્ગુણા દૂર કરવા માટે કયા પ્રકારની કેળવણી વધુ ઉપયાગી કહી શકાય? ઔદ્યોગિક વ્યક્તિને અભ્યાસક્રમ આપણે કયા મુદ્દાઓ ઉપર રચવા જોઈ એ ?
એ પ્રશ્નને જવાબ હું પોતે આનાકાની વિના એ આપું કે, એ કેળવણીના પાયા — અર્થાત્ બૌદ્ધિક પાયે —‘મજૂરી’ - ના રહસ્ય વિષેની સાચી સમજ ઉપર ન ખાવા જોઇ એ. મજૂરીને બધાં આર્થિક મૂલ્યાના મૂળરૂપ ગણીને જ અટકવું જોઈએ નહી. એટલાથી જ અટકી જઈ ને આજનું અર્થશાસ્ત્ર ભયંકર આકૃતાના કારણરૂપ બની ગયું છે. મજૂરી તેા જીવનનાં બધાં શ્રેયાના મૂળરૂપ છે; મનુષ્યની રાહ જોઈને બેઠેલાં બધાં આધ્યાત્મિક મૂલ્યાના સામ્રાજ્યમાં દાખલ થવાનેા તે સાવ ત્રિક પરવાના છે; એ જાતનું મજૂરીનું માનવ રહસ્ય તથા કદાચ તેનું દિવ્ય કે ઈશ્વરી રહસ્ય સમજવું, એ કદાચ આજના ઔદ્યોગિક જમાનાની ખાસ આવશ્યકતા છે. અને ઔદ્યોગિક મનુષ્યની કેળવણી પણ તે દિશામાં જ જોરથી વળવી જોઈ એ.
પરંતુ મજૂરીની આ જાતની ફિલસૂફીને અનુરૂપ એવી ફુરસદની ફિલસૂફી પણુ હોવી જોઈ એ. એક વખત મજૂરીનું સાચું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાઈ જાય, તા ખીજે જ પગલે એ નિણ્ય ઉપર આવવું પડે કે, ફુરસદ પણ ઉત્તમ રીતે કામકાજ કરવાની બીજી અથવા વધુ સારી તકરૂપ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org