________________
- મજૂરીને અણગમે
૧૦૯ નાગરિકની ફરજ છે, એની હું ના નથી પાડતે; તેમ જ તે બધા માટે તેને કેળવવું જોઈએ એ પણ ઉઘાડું છે. પરંતુ એ બધી તેની રાજકીય ફરજોની પાછળ, તેની એક ઔદ્યોગિક ફરજ પણ રહેલી છે. તે ફરજ એટલે તે પિતે જે કોઈ પાયરીએ હોય, તે પાયરીએ પોતાના કળાકૌશલ્યની ઉત્તમતા દાખવીને, વાસ્તવિક મૂલ્ય ઉત્પન્ન કરવામાં તેમ જ ઘડવામાં પિતાનો ફાળો આપે છે. કેમ કે, જે સામાન્ય હિત માટે તેણે મત આપવાને છે, તેના સાર અને તસ્વરૂપ તે મૂલ્યો છે. કામદાર તરીકે, તે કાંતે ઉત્તમ નાગરિકોની હરોળમાં આવતું હોય કે પછી અધમ નાગરિકોની. જે કામદાર તરીકે તે પાછો પડતો હોય, તો મતદાર તરીકે તેની કશી કિંમત નથી. દરેક નાગરિક મુખ્યત્વે – અને આ આધુનિક જગતમાં તો વિશેષ કરીને – એક ઔદ્યોગિક વ્યક્તિ છે, અથૉત્ કામદાર છે. કામ કરનાર તરીકે તેને કેટલીક ઔદ્યોગિક ફરજો છે, અને બીજાઓ જેને માટે કામ કરે છે એવી વ્યક્તિ તરીકે તેને કેટલાક ઔદ્યોગિક હક પણ છે. રાજકીય વ્યક્તિ તરીકે તેનું મહત્ત્વ એ બીન ઉપર જ અવલંબેલું છે.
ઉદ્યોગની બાબતમાં દાખવેલા દુર્ગુણેને બદલે રાજકીય બાબતમાં દાખવેલા ગુણેથી વાળી શકાય નહીં. ઊલટું, રાજકીય ગુણે એકલાને જ બહુ ગા ગા કરવાથી, પેલી ઔદ્યોગિક દુગુણતા ઢંકાતી જાય છે. પ્રજાતંત્રને જગતમાં સુરક્ષિત કરવાના પ્રયત્નને અવરોધનારા બધા ભ્રમમાં સૌથી વધુ નુકસાનકારક ભ્રમ એ માન્યતામાં રહેલું છે કે, રોજના કામકાજમાં દાખલ થયેલી નિર્માલ્યતાથી નાશ પામેલાં મૂલ્યોને બદલે આપણે મત આપવામાં દાખવેલા ડહાપણથી વાળી શકીશું. જાણે કે એનાથી જ આપણે નાગરિક ઉદ્ધાર થઈ જવાનો હોય તેમ, રાજકારણ અને અર્થશાસ્ત્રને લગતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org