________________
કુરસદને ઉપયોગ
૧૨૭ માર્ગ છે. આપણી સંસ્કૃતિએ તેને શોધી કાઢ જ છટકે; નહીં તે તેને નાશ જ નિર્માયે છે. એ જ વસ્તુ, “અંગત રીતે આનંદપર્ણ, અને સામાજિક દૃષ્ટિએ ઉપયોગી” જીવન જીવવાનું એકમાત્ર ચેકસ સાધન છે. એ જ વસ્તુ “યંત્રોદ્યોગી મનુષ્યની મુક્તિ છે, અને ઉમદા કાર્યોના યુગનું પ્રભાત છે.
એક વાર સ્થિતિચુસ્ત મૂડીપક્ષ અને મજૂરપક્ષ આ સિદ્ધાંતે દઢપણે સ્વીકારીને મજૂરી ઉપર શાપ વરસાવવાનું છોડી દેશે, અને એ રીતે મારે “કુરસદપક્ષ” બરાબર સ્થપાઈ જશે, એટલે મારું પછીનું પગલું “એક બિલ’ રજૂ કરવાનું હશે. તે બિલનું નામ “લોકે પોતાની ફુરસદના સમયને ડાહ્યો ઉપગ કરે તે માટે તેમને કેળવણી આપવા બાબતનું બિલ” હશે. અને ભવિષ્યની પ્રજા તેને, “અંગ્રેજોની મુક્તિના બીજા દસ્તાવેજ* તરીકે ઓળખશે, એમ હું માનું છું. કારણ કે, તેને ઉદ્દેશ દેશના ગરીબ તેમ જ તવંગર એમ આખાય સમુદાયને મોજશેખની ચીજોના વેપારીઓના અસહ્ય શેષણમાંથી બચાવવાનો હશે, તેથી કરીને તે બિલ પસાર થયા બાદ, પોતાની ભૂલ અને નબળાઈના કારણ સિવાય કોઈ માણસને લેભાવીને તેના પૈિસા તેને ન જોઈતી ચીજ પાછળ ખરચાવી નાખવામાં નહિ આવે તથા તેની ફુરસદને સમય તેને પોતાને મરવાનું મન થાય તેટલી કંટાળાભરેલી રીતે, અને તેને પડોશી ત્રાસીને “જમને ઘેર જવાનું પસંદ કરતો થઈ જાય તે રીતે ગાળવાને તેને કોઈ લેભાવી નહિ શકે. એ માટે મારા “બિલ’માં એવી જોગવાઈ હશે કે, જ્યાં સુધી કઈ છે કે છોકરી પિોતે મેળવેલું પુસ્તકિયા જ્ઞાન કઈ પણ બાબતની પ્રત્યક્ષ કુશળતા પ્રાપ્ત કરીને પરિપૂર્ણ
* પહેલે દસ્તાવેજ તે રાજકીય મુક્તિના કરારરૂપ “મૅગ્નાચાર્ટ. જુઓ છ પ્રકરણમાં આવેલા એ શબ્દ ઉપર પુસ્તકને અંતે નેધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org