________________
વધારેમાં વધારે લેાકેાની વધારેમાં વધારે કુશળતા
૯૧
ઊતરી નથી; અને તેને અન્યાય કરતાં આફત કહેવી, એ જ વધારે ડહાપણભરેલું છે.
યાંત્રિક ઉદ્યોગોએ મેટા પ્રમાણમાં તથા અનેક દિશાએમાં નવા જ પ્રકારની કુશળતાને પ્રગટાવી છે, એ વસ્તુ સાચી છે; તથા તે બાબતને કદી ભૂલવી ન જોઈએ. યંત્રોની શેાધ અને રચના એ કદાચ એમાં સૌથી મુખ્ય છે. પરંતુ બીજી દિશાઓમાં, અને તેથી પણ કચાંય મેટા પ્રમાણમાં, તેના વડે કુશળતાને જડમૂળથી ઉચ્છેદ થયા છે; અથવા વધુ ચેાક્કસ શબ્દોમાં કહીએ તેા, તેનાથી એવાં કરેડા માનવપ્રાણી અસ્તિત્વમાં આવ્યાં છે, કે જેમને પેાતાના મનુષ્યત્વને વિકાસ થાય તેટલા પ્રમાણમાં કુશળતા દાખવવાનું અત્યારના સ જોગેામાં અશકય બની ગયું છે. પહેલી જ વાર યુરોપની મુસાફરીએ આવેલા એક હિંદી અધ્યાપકને મે થાડા વખત ઉપર પૃછ્યું હતું કે, પશ્ચિમના દેશેાની સામાજિક સ્થિતિમાં સૌથી આગળ તરી આવતી વસ્તુ તરીકે કઈ બીના તમારું ધ્યાન ખેંચે છે?' તેમણે તરત જ જવાબ આપ્યા, વૈયક્તિક કુશળતાને નાશ થવાથી મજૂરવગમાં આવેલી નિર્માલ્યતા.’
"
“
આપણા ઘણા મજૂરોને એ વાતની ખબર નથી. પરંતુ, તેમને જે જન્મસદ્ધ હક ઝૂંટવી લેવામાં આવ્યા છે, તેનું એ તદ્દન સાચુ વર્ણન છે, એમ મને વધારે ને વધારે ખાતરી થતી જાય છે. અને અહીં એ પણ જણાવતા જવું જોઈએ કે, સામાન્ય રીતે જેને બુદ્ધિહીન જડ મજૂરી કહેવામાં આવે છે, તેવી મજૂરી કરનાર વને જ આ વસ્તુ લાગુ પડે છે એમ નથી. સમાજના બધા વગેોમાં એ વસ્તુ નજરે પડે છે. મધ્યમવમાં તે કદાચ તે સૌથી વધુ પ્રમાણમાં દેખાઇ આવે છે, અને ખિનકાના મહેલામાં પણ મજૂરની ચાલીએ જેટલા જ તેને પ્રવેશ છે. અહીં તેમ જ ત્યાં સત્ર એ માન્યતા
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org