________________
સામાજિક વીરતા થયે છે ત્યારે સેતાને કહ્યું, “હું પણ વિકાસ પામ્યા કરું છું, એ વાત નું ભૂલતા લાગે છે.”
સેતાન જેવા વાંધાભરેલા સ્થળેથી કશે ધડે લેવામાં આપણામાંના ઘણા આનાકાની કરશે; પણ એ જવાબ એક એવા અગત્યના સત્યનું સૂચન કરે છે, કે જેને કેટલીક વાર, તેના કરતાં ઘણાય સં માનત એવા ફિલસૂફે પણ ભૂલી જાય છે. જેને આપણે “નૈતિક આદર્શની પ્રગતિ’ કહીએ છીએ, તેની સાથે સાથે જ તે આદશની સિદ્ધિનો વિરોધ કરનારા અને તે સિદ્ધિ માટે ઝઝનારાઓની વીરતાને પડકાર કરનારાં બળની પણ પ્રગતિ જ થતી જાય છે. આ બળો અનિષ્ટ જ હોય છે એવું નથી. જે આદર્શોને આપણે પ્રસ્થાપિત કરવા ઈરીએ છીએ, તેમની સામે થતાં જઈ ને જે એમને આપણે અનિષ્ટ કહીએ, તો તે કહેવું જોઈએ કે, જે સંગ્રામ આપણે લડવાને છે તેનું સ્વરૂપ જ, ખરું જોતાં, આપણે નથી સમજતા. ઘણી વાર એવું હોય છે કે, સનમ આદર્શને સામને કરનારાં બળોની પાછળ દર્શન અને નીતિની જે માત્રા હોય છે, તે પેલા સર્વોત્તમ આદર્શ કરતાં પ્રમાણમાં બહુ ઊતરતી નથી હોતી. મેં ઉપર જેને “બીજા નંબરનું ઉત્તમ કહ્યું હતું, એ જાતનાં તે બળે હોય છે. પણ જેમ તેઓ “સર્વોત્તમ” નો સામનો કરતાં હોય છે, તેમ “સર્વોત્તમ”ને તેમને પણ સામનો કરવો પડે છે. અને આ રીતે લગભગ એક જ કક્ષાનાં શ્રેયા વચ્ચેના ઝઘડાને કારણે જે ખેંચાતા ઊભી થાય છે, તે આપણી સંસ્કૃતિએ વેઠવી પડતી સૌથી વધુ તીવ્ર ખેંચતાણે હોય છે. નૈતિક સીડીમાં શ્રેષ્ઠથી માંડીને હીન સુધીના દરેક પગથિયે આ ખેંચાતા રહેલી છે આખી સમાજ ગૂથણીમાં એ જાતની ખેંચતાણ ઓતપ્રેત બધે પહોંચેલી હોય છે. અને એ બધીની ઝીંક ઝીલવામાં દાખવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org