________________
૧૩
પ્રજા તથા જે
સામાજિક વીરતા દુઃખ તેના જે કંઈ સબળ અને અચળ અંશે છે, તેને ઉત્તેજે છે. વળી આપણે ખાતરીથી માનીએ કે, જ્યાં સુધી આ જીવનનો અંત નહીં આવે, કે તે દરમ્યાન તેમાંથી દુઃખ અને મૃત્યુ દૂર નહીં થાય, ત્યાં સુધી સમાનપણે દુઃખ વેઠવું – અર્થાત્ એકબીજાને જે ઉપાડી લે, એ વસ્તુ સામાજિક આદર્શમાં અગત્યને અંશ રહેશે. માનવ પ્રગતિની ઊંચી કે નીચી – દરેક ભૂમિકાઓ, જેઓ સૌ સાથે મળીને સફળ નીવડવા ઈચ્છે છે તેમને સારુ, સાથે મળીને દુઃખ વેઠી લેવાની તૈયારી એ તે અનિવાર્ય શરત હોવાની જ.
મૂર્ખતા ભરેલે સુખવાદ, કે જે સામાન્ય માનસ પર પ્રભાવ ભેગવે છે –જેને ફિલસૂફી પણ ત્યાંથી ચળાવી શકતી નથી – તથા જે સુખવાદ એને વરનારાને નિવય કે દખલરૂ૫ બનાવી મૂકે છે, એ સુખવાદ આ બધી બાબતે પ્રત્યે દુર્લક્ષ કરાવે છે. મનુષ્યનું સામાજિક તંત્ર એવી રીતે ગોઠવી શકાવાનું છે કે જેથી પરિણામે ભવિષ્યમાં માણસને માટે સર્વત્ર “હળવું કામકાજ ” અને આપોઆપ સમાન રીતે વહેંચાતું આનુષંગિક સુખ નિર્માણ થવાનું છે,' – આવી કલ્પના રેગી આદર્શવાદની તમામ કલ્પનાઓમાં સૌથી વધુ ઘણાસ્પદ છે. જે “કામકાજ ” માણસજાત સામે તૈયાર ઊભું છે, તે તે બહુ કપરું છે; અને જેમ જેમ જમાને આગળ વધતું જાય છે, તેમ તેમ ઉત્તરોત્તર તે વધુ વસમું બનતું જવાનું છે. સંસ્કૃતિ જે ક્યારેય પણ એકરાગ કે સંગઠિતતા પામી શકવાની હોય, તે તે સૌના સમાન કાર્યમાં આવતી મુશ્કેલીઓ અને આફતોના સ્પષ્ટ દર્શનમાંથી, અને તે બધીને પિતાની સમગ્ર ઉત્તમતા વડે પહોંચી વળવાના સાવ સામાન્ય નિશ્ચયમાંથી આવવાની છે.
સુખવા
જ
માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org