________________
સર્વોદયની જીવનકળા આપણે સંતુષ્ટ થઈએ. તે બધાં ચિત્રો વધારે પડતાં રમ્ય કે ગળ્યાં હોવાથી આપણામાં અભાવ ઊભું કરે છે, એમ નથી. એમ પણ નથી કે, એ ચિત્રમાં રજૂ કરેલા “સુખ’ કરતાં આપણે જુદી જાતનું સુખ ઈચ્છતા હોઈએ છીએ. આપણને અણગમે થવાનું કારણ તો એ હોય છે કે, “અંત’ વિષેનાં આ બધાં ચિત્રોમાં એ ખ્યાલ ગર્ભિત રહ્યો હોય છે કે, આપણે આ દુનિયામાં પ્રેક્ષકો માટે એક સુખી ચિત્ર રજૂ કરવા જ જાણે જમ્યા છીએ. તે જ પ્રમાણે, આદર્શ પરિસ્થિતિઓના નર્યા વૃક્ષ”-રૂ૫ સમાજની કલ્પના પણ આપણને આકષી શકતી નથી, કારણ કે આપણું જીવન વસ્તુતાએ એક દશ્ય નથી, પરંતુ એક પ્રક્રિયા છે. ચેતનપણે જીવવું એને અર્થ જ એ છે કે, કોઈ પણ સ્થિતિમાં સ્થિર ન રહેવું, અર્થાત્ જે કઈ સ્થિતિમાં આપણે જઈ પહોંચીએ, તેમાંથી સતત આગળ ચાલવું. તેથી, બિલકુલ ન ચાલવું તેના કરતાં સુખમાંથી આગળ ચાલી દુઃખમાં જવું, એ આપણને વધારે સારું લાગે છે.
એમ પૂછવામાં આવે કે, આપણા “જીવનના અંત અને લક્ષ્ય” તરીકે સુખ”ને ન સ્વીકારીએ, તો તેને બદલે બીજું શું સ્વીકારીએ? તેમ જ આપણા વિચારોને એગ્ય દિશા આપવા માટે “કેયડે” અને “ઉકેલ” એ શબ્દ ન વાપરીએ, તે બીજા કયા શબ્દ વાપરીએ? તો, પહેલા પ્રશ્નના જવાબમાં હું એમ કહીશ કે, જીવનના “સંત” વિષેની તપાસ પડતી મૂકી, જીવનના “આરંભ” વિષેની તપાસ જ હાથ ધરી “અંત’ વિષેની માથાકૂટમાંથી છૂટવું. કારણ કે, માણસનું મન કઈ “અંત’ સહન પણ કરી શકે તેમ હોય તો તે એ
સંત” કે જે પહેલાં કરતાં વધારે સારી સ્થિતિની શરૂઆતરૂપે જ હોય. તે સિવાય, ગમે તેટલી દાર્શનિક કુશળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org