________________
સર્વોદયની જીવનકળા તેમાંથી જ નવું સર્જન કરવું; આસપાસના સામાજિક જીવન તરફ નજર કરતાં, તેમાં જે આશાપ્રદ તો દેખાય તેમને ઉપાડી લેવાં; અને નિરાશાપ્રદ તને નિરાશાવાદીઓ રહ્યા કરે તે સારુ ડી વાર પડતાં મૂકવાં. તે ફિલસૂફી ટૂંકમાં આ વાકયમાં સમાવી શકાયઃ “જે કાંઈ વસ્તુસ્થિતિ મોજૂદ છે, તેને સારામાં સારો ઉપયોગ કરી લે.
રચનાત્મક નાગરિકધર્મ સમાજનાં દુઃખ દૂર કરવા એ કઈ રામબાણ ઇલાજ રજુ કરતે નથી કે જેને સમાજે સ્વીકારવું જોઈએ, નહિ તો નાશ પામવું જોઈએ. દુનિયાને સુધારી નાખવા માટે એની પાસે કોઈ ગુરુમંત્ર નથી. દુનિયા સુધારવી એ રચનાત્મક નાગરિકધર્મને ધધ નથી. એ તો સુધારવા કરતાં રચવાને ઈરાદો રાખે છે, અને તાકાતને વધારવા દ્વારા રોગ મટાડવા તાકે છે. એ તે, સમાજમાં
જીવનપ્રદ સ્થાન ક્યાં છે, ક્યાં આગળ દુરસ્ત જીવન તરવરતું દેખાય છે, એને ખંત અને ઉદ્યમપૂર્વક ખોળે છે. એવાં સ્થાનની તાકાત પિષવા એ મથે છે, અને એમના પર એની આશા બંધાયેલી છે. કોઈ અમુક સામાજિક વાદમાં દુનિયાને ઝટ અને એકીસાથે વટલાવી નાંખવાનું તે નથી ઈચ્છતો; કેમ કે તેને ખબર છે કે, સમાજશરીરની સામાન્ય શક્તિ સારી પેઠે વધ્યા વગર, ખરેખર મહત્ત્વની કોઈ પણ બાબતમાં અસરકારક કશીય એકવાયતા આવી નહિ શકે. દુનિયાના સુધારા માટે એને વતૃત્વશક્તિનો બહુ ઓછો ખપ છે. એને વધારે જરૂર છે કુશળતાની, વિજ્ઞાનની, ઉચ્ચ ચારિત્ર્યની અને શાંત વીરતાની. એના પ્રયત્નો દેખાડા ભરેલા નથી હોતા, અને એની આશાઓ હદ બહારની નથી. મનુષ્યજાત બહુમાં બહુ તો અમુક મર્યાદિત પ્રમાણનું જ સુખ મેળવી શકે તેમ છે, એવું તે ખુશીથી સ્વીકારી લે છે; અને માને છે કે, અપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org