________________
નાગરિકધર્મનું ત્રિમુખી દયેય ઈરાદે આટલે જ છેઃ નાગરિકને કુશળતા અને વિશ્વાસપાત્રતાની ચોગ્ય કેળવણી આપી, તેના આધાર ઉપર ટ્રસ્ટીપણાની ભાવનાથી સંચાલિત એવું સંગઠન રચવું.
અહીં કેળવણીને સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપણી પાસે ખાસ વિચાર માગી લે છે. આપણી કેળવણી કઈ જાતને નાગરિક ઘડવા તાકે છે? રચનાત્મક નાગરિક ધર્મ એક જ શબ્દથી એનો ઉત્તર આપે છે –ટ્રસ્ટી. આપણી સંસ્કૃતિને એ જાતના નાગરિકની જરૂર છે, તથા તેના વિના તે ટકી રહી શકે તેમ પણ નથી. એ જાતને નાગરિક એટલે એ નાગરિક કે, સંજોગવશાત્ તેના ઉપર જે કંઈ કામકાજ આવી પડે, તેને તે પોતાને સોંપાયેલા ટ્રસ્ટની માફક સ્વીકારે; તથા જે કામ તેણે માથે લીધું હોય તેને, તે દાખલામાં શક્ય હેય તેટલી બધી જ કુશળતાથી અને વફાદારીથી, તે પાર પાડશે, એ તેના ઉપર નિઃસંકેચ વિશ્વાસ મૂકી શકાય.
તેનાથી વિરુદ્ધ પ્રકારને નાગરિક, એટલે એ નાગરિક કે જેના ઉપર કોઈ પ્રકારનું દબાણ ન હોય, તો તે પિતાની ફરજ બજાવે જ નહીં; તથા સામાજિક અંકુશ કે કાયદાની શિક્ષાનો ડર ન હોય, તો તે પિતાની ફરજ પ્રત્યે બેદરકાર જ રહે. જ્યાં સુધી દરેક માણસ રાજસત્તાનો તાબેદાર ગણાતો હોય ત્યાં સુધી તે તે નાગરિક ચાલી પણ શકે, પરંતુ જવાબદાર વ્યક્તિઓના બનેલા સ્વતંત્ર સમાજ માટે તે તદ્દન નિરુપયોગી છે; કારણ કે તે સમાજ તે દરેક વ્યક્તિની પિતાનાથી બનતું બધું કરી છૂટવાની તત્પરતા ઉપર જ નભતે હોય છે. આપણું સંસ્કૃતિને જે ટકી રહેવું હોય, તે તેણે જુદા જ પ્રકારના માણસોનો વર્ગ પેદા કરવો જોઈએ તથા કેળવવો જોઈએ. પેલા નામરજીવાળા તાબેદારો, કે જેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org