________________
સર્વોદયની જીવનકળા , પણ તેમના ઢીંચણ દુઃખશે નહીં?”
મેં જરા ડહાપણ વાપર્યા વિના જવાબ આપે, તેમના ઢીંચણ દુઃખશે ત્યારે તેઓ ઊભા થઈ જશે અને ચિત્રમાં પાછળ જે સુંદર બગીચે તને દેખાય છે, તેમાં જરા ટહેલશે.”
તેઓ ટહેલી રહેશે પછી શું કરશે ?
એ પ્રશ્નને મારે જવાબ ખરેખર કમનસીબ નીવડયો. મેં કહ્યું, “પછી તેઓ કદાચ અત્યારે છે ત્યાં પાછા આવશે, અને તેમની પ્રાર્થનાઓ ફરી શરૂ કરશે.'
આ સાંભળી તે બાળકની આંખમાં આંસુ આવી ગયાં. તે ડસકાં ખાતો બે, “તો તો મારે ફિરસ્તો નથી થવું.”
આ બાળક બાલ-સુલભ કાળ-ભાવનાથી વિચાર કરતે હતો; અને તે રીત જ મનુષ્યને સ્વાભાવિક છે. પરંતુ હવે યંત્રશા આપણા આધુનિક માનસ ઉપર ઠેકી બેસાડેલી સ્થળભાવનાથી વિચાર કરવાની કૃત્રિમ રીતને કારણે તે બહુ દબાઈ ગઈ છે. એ પ્રદર્શનવાળા પ્રસંગ બાદ જ્યારે જ્યારે હું આજકાલ થોકબંધ લખાતાં સુખાવતીનાં શબ્દચિત્રો, અર્થાત્ સ્વર્ગસુખના ફેટોગ્રાફને અભ્યાસ કરવા બેઠે છું, ત્યારે ત્યારે મારા તાત્ત્વિક ચિંતનમાં ખલેલ પહોંચી છે. મને તરત જ પ્રશ્ન ઊઠયો હોય છે કે આ ફિરસ્તાઓ ઉછી શું કરશે? તેઓ ક્યાં સુધી એ દશા વીરમ રાવી શકશે? અલબત્ત, આ બધી યેાજના વ્યવહારુ હોય છે, પણ કાલ માકર્સની જના બાબત પેલા કાળ-પદ્ધતિવાળાએ કહ્યું હતું તેમ, તે
૧. ખ્રિસ્તી દેશોમાં માબાપ બાળકને શુભેચ્છા દર્શાવતાં કહે છે કે “તું ફિરસ્તો થજે, ફિરસ્તા જેવો થજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org