________________
સર્વોદયની જીવનકળા ઘસવાની જે શક્તિ છે, તે છે ઈતિહાસે તેને જે ધક્કો આ છે તે છે; અર્થાત્ યુગેજૂના ભૂતકાળને એકઠા થયેલ. આવેગ છે.
પરંતુ એ આવેગ અંધ પશુબળ જ છે એમ ગણવું? કે પછી તેનું પૃથક્કરણ કરીએ તે તેમાં માનવમૂલ્યોને લગતાં ત મળી શકે એમ છે? જો એમ થઈ શકે તે આપણને ખાતરી પડી શકે છે, જેની સાથે આપણે કામ લેવાનું છે, તે માત્ર અંધ પશુબળ નથી, પણ માનવબળ છે, – અર્થાત્ તેની બુદ્ધિનું, તેની સર્જકતાનું, તેની વફાદારીનું અને તેની નીતિભાવનાનું બળ છે. હું માનું છું કે તેમ કરી શકાય એમ છે.
ઈતિહાસ બતાવી આપે છે – અને આપણે માટે એથી ઊંડે બીજે બધ ઈતિહાસમાં નથી - કે, જે સંસ્થાઓ ટ્રસ્ટીપણાની ભાવના ઉપર રચાઈ હોય છે, જેમાં વિશ્વાસુ સેવાઓની પરંપરાઓને મૂર્તિમંત કરતી હોય છે, તથા જેઓ આબરૂદાર અને વફાદાર માણસની સળંગ હારમાળાને પોતાને કામે ખેંચી શકે છે, તેવી સંસ્થાઓ જ વધુમાં વધુ ટકી શકે છે, તથા માનવ પ્રાણીઓને સૌથી વધુ કાયમી અને ઉપયોગી બંધુતામાં જેડી શકે છે. દાખલા તરીકે, કોઈ ઇતિહાસપ્રસિદ્ધ ધાર્મિક સંઘ, કઈ વિદ્યાપીઠ, કોઈ વૈજ્ઞાનિક મંડળ, દાક્તરી અને ન્યાયને લગતા ધંધાઓ, તથા આર્થિક ક્ષેત્રમાં બેંકો અને વીમા-કંપની જેવી સંસ્થાઓ. આ સંસ્થાએ જીર્ણ નથી જ થતી એમ ન કહી શકાય, પરંતુ તેઓ સૌથી વધુ ટકી રહે છે, તથા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વધુ જેમ એકઠું કરતી જાય છે. વખતના વહેવા સાથે તે નબળી નથી પડતી, પણ ઊલટી વધુ દઢ અને વધુ ઉપયોગી થતી જાય છે. પરંતુ જુલમ અને બળાત્કાર ઉપર ઊભી થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org