________________
સર્વોદયની જીવનફળા
પેાતાનાથી બને તેટલા તમામ ઉપાયા વડે તેમને દૃઢ કરવાને માર્ગ લેવે, એ જ ડહાપણભરેલું છે. આપણું મુખ્ય પ્રયેાજન હવે સમાજશરીરમાં જ્યાં આરોગ્યનાં ચિહ્ન દેખાતાં હોય તે સ્થળાને પુષ્ટ કરવાનું હશે; રાગનાં સ્થળેાના ઉપચાર કરવાનું આપણે માટે ગૌણ બની જશે. એટલું જ નહિ, આપણે તે એવી આશા પણ રાખીએ કે, જો સમાજશરીરની સામાન્ય શક્તિ વધારવામાં સફળતા મળે, તે સમાજ પાતે જ દવાઓ, ઉત્તેજના કે કૃત્રિમ અવયવેાની નહિ જેવી જ મદદથી — ભલે પછી તે અંધારણપુરઃસર હોય કે ક્રાંતિમૂલક હાય — રાગમીમાંસકાએ દર્શાવેલા રાગામાંથી ઘણાને ફેંકી દઈ શકશે.
૩૮
૪
નાગરિકધર્મનું ત્રિમુખી ધ્યેય
ડૉ. જોન્સન*ના વારાના પેલા ગૃહસ્થ, કે જેની ફિલસૂફ થવાની મહત્ત્વાકાંક્ષા તેના રમૂજી સ્વભાવને લીધે નિષ્ફળ ગઈ, તે આજના આપણા સમાજવિદ્યા-વિશારદેોના ટોળામાં પણ જરૂર ગભરાઈ મરે. કારણ કે, તેઓની નાત પણ ગમગીન લેાકેાની જ છે; અને એસ્વલ્ડ પેન્ગ્લરની પશ્ચિમના અધઃપાત’ જેવી તેમની ભારેમાં ભારે ગમગીનીભરેલી કૃતિઓના મહેાળા પ્રચાર ઉપરથી આપણે નિર્ણય બાંધીએ, તે તેમને જે કહેવાનું છે તે સાંભળવામાં લાકો પણ ગમગીનીભર્યાં આનંદ માણતા હાય એમ લાગે છે. નવલકથાએની બાબતમાં પણ તેવું જ છે. તેમના ઉપર પણ આજની ગમગીન સામાજિક ફિલસૂફીને ઘેરે રંગ ચઢેલા છે. ડીકન્સને* બધી ‘બિગડી’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org