________________
સર્વોદયની જીવનકળા હવાથી જ તેના ઉપર કાબૂ ધરાવી શકે છે, અને પછીના
ઉપચારે” ઉપર પણ ડહાપણુભ કાબૂ દાખવી શકે છે. અર્થાત, મિ. ઝીમનની કલ્પનાનો સમાજ માંદા સ્વતંત્ર માણસોને સમાજ છે, જે પોતાના રોગની પરખ પણ પોતે જ કરે છે, અને તેને ઉપચાર પણ પોતે જ કરે છે; અને એ અર્થમાં તે પોતાના ઉપર પોતે જ રાજ્ય કરતું પ્રજાસત્તાક રાજ્ય છે. આ રીતે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંત સાથે રેગમીમાંસક દષ્ટિબિંદુનો મેળ બેસાડવામાં આવે છે. પરંતુ
જ્યાં એક જ સમાજ દરદીને તેમ જ વૈદ્યને ભેગો ભાગ ભજવતું હોય, ત્યાં દરદી કોણ થાય અને વૈદ્ય કોણ થાય એ ઝઘડે થવાને માટે સંભવ છે. ખાસ કરીને મોટા પદવીધારી સમાજવૈદ્યોમાં એ વાત ભૂલવાનું વલણ રહેવાનું જ કે, પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંતોની દૃષ્ટિએ તેઓએ પણ પોતાને દરદી જ ગણવા જોઈએઃ “રોગનું નિદાન કરવાની તેમની શક્તિને કારણે તેમણે એ વાત પ્રત્યે દુર્લક્ષ કરવું જોઈએ નહીં. જોકે એ પ્રકારનું વલણ એ વર્ગમાં ક્યારનું પ્રવર્તાવા માંડેલું દેખાય છે,
ઉપર આપેલા દાખલાઓ ઉપરથી જણાશે કે, સમાજને દરદી ગણવાના દૃષ્ટિબિંદુએ અગ્રગણ્ય લોકો ઉપર કેટલો બધે કાબૂ પ્રાપ્ત કર્યો છે; અને એવા બીજા પણ કેટલાય દાખલા આપી શકાય. પરંતુ વર્તમાન સમાજની બાબતમાં રોગ એ સંપૂર્ણ સત્ય નથી; અને કદાચ અગત્યનું સત્ય પણ નથી. અને તેને તેવું ગણવામાં જોખમ પણ છે. સૌથી પહેલું જોખમ તે એ છે કે, સમાજ પોતાના રોગની વાત સાંભળી સાંભળીને પિતા વિષે હતાશ થઈ જાય; અને તે સ્થિતિ દરદીને સજા થવામાં મદદ કરનારી તો નથી જ. બીજું જોખમ એ છે કે, સમાજની એવી હતાશ દશાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org