________________
૪૨ . સર્વોદયની જીવનકળા છે. મને ખાતરી છે કે, સમાજનાં ઉત્તમ તને યોગ્ય દિશામાં વેગ આપવામાં આવે, તે સમાજનાં જે અનિષ્ટોને દુર કરવામાં નિષેધવાદી તેની “બંધીએ” વડે સફળ નથી થતો, તે અનિષ્ટો દૂર કરવામાં ઘણી સફળતા મળે. જે સમાજધર્મની હું સર્વ નાગરિકોને ભલામણ કરવા ઈચ્છું છું, તેની આ અતિ વ્યાપક રૂપરેખા છે.
અલબત્ત, તેમાં એટલું માની લેવામાં આવ્યું છે કે, વિકાસ કરી શકાય તેટલાં શ્રેષ્ઠ તો સમાજમાં મોજૂદ છે. અને એ કારણે આપણા સિદ્ધાંત ઉપર એવો કારમે આક્ષેપ થઈ શકે છે, તે “આશાવાદી છે. આ શબ્દ આજકાલ ગાળના અર્થમાં જ વાપરવામાં આવે છે. પરંતુ આશાવાદી એટલે કે? આશાવાદી એટલે દરેક મુશ્કેલીમાં પણ તક જોનાર. અને તે સાચું છે. અને નિરાશાવાદી એટલે દરેક તકમાં મુશ્કેલી જોનાર. અલબત્ત, આપણું માર્ગમાં જે મુશ્કેલીઓ છે તે બહુ ભારે છે, એ વાત છુપાવાય તેમ નથી, પરંતુ તે મુશ્કેલીઓને તકે ગણી લેવા માટે હું તમને આમંત્રણ આપું છું. અભ્યાસથી મારી જે સમાજ ઘડાઈ છે તે પ્રમાણે, માણસનો સ્વભાવ સળંગ મોટી મુશ્કેલીઓ જીતવાને માટે જ સરજાયે છે; અને માણસ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે, ત્યારે જ પોતાનું સ્વત્વ સૌથી વિશેષ દાખવતો હોય છે. યથાર્થ સમજીએ તે, જે કારણે સામાન્ય કુદરત ખાલીપણાને ધિક્કારે છે, તે જ કારણે માણસનો સ્વભાવ સહેલી જિંદગીને ધિક્કારે છે. રચનાત્મક નાગરિકધર્મનાં કર્તવ્ય, મોટી મુશ્કેલીઓ જીતવાને જેને સ્વભાવ સરજાયે છે તેવા પ્રાણીને ખાસ અનુકૂળ છે.
પરંતુ હવે આપણે આપણા મૂળ પ્રશ્ન ઉપર આવીએઃ સમાજની શક્તિનું રહસ્ય શું છે? સમાજની આ અદ્ભુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org