________________
સામાજિક બાબતોમાં કાળ-ભાવના સુધી, આપણે જે વસ્તુઓ જોતા હોઈએ છીએ તેમનું સાચું સ્વરૂપે પ્રગટ કરવાને તે અસમર્થ નીવડે છે.
આપણે આગળ જઈશું તેમ આ વસ્તુની ભારે અગત્ય સમાજશાસ્ત્રના અભ્યાસીને સ્પષ્ટ થતી જશે એમ હું માનું છું. મનુષ્યનું શરીર સ્થળમાં વિસ્તરેલું છે તેનું અસ્તિત્વ જ સ્થળમાં છે, એ વાત સાચી છે તેમ જ જે સમાજ મનુષ્ય શરીરને જ, અર્થાત્ યંત્રસંચાલિત શબને જ બનેલું હોત, તો તો સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને માનવ સમાજ વિષે આવશ્યક એટલું બધું જ્ઞાન આપી શકત. પરંતુ દરેક જણનું રાવ ભલે સ્થળમાં હોય, પણ સ્થળમાં કઈ જીવતું તો નથી જ. આપણે જેટલે અંશે ચેતન છાએ, તેટલે અંશે કાળમાં જ જીવીએ છીએ અને સામાજિક યા વૈયક્તિક જીવનના સારરૂપ કાળ ઉપર “દૃષ્ટિ” કદી કરી શકાય નહિ. પરિણામે સમાજવિદ્યાનો અભ્યાસ કરવાની જે પદ્ધતિ સમાજ વિષે સાચી “દૃષ્ટિએ” જ પ્રાપ્ત કરવાનું લક્ષ રાખશે, તે જે જે “કેયડા ઉકેલવાનું હાથમાં લેશે, તે દરેક પાછળની જીવનદષ્ટિ ભૂલી બેસશે, અને છીછરાપણામાં જ પરિણમશે. છતાં આપણને એ જ ટેવ પડી છે. અભ્યાસના બીજા કોઈ વિષયમાં આટલા મોટા જથામાં “દૃષ્ટિઓ” નથી શોધાતી; તથા જડે ત્યારે આટલી બધી નિરુપગી નથી હોતી. કેઈ યંત્ર ઉપર પૂરતી “દૃષ્ટિ કરીએ, તો તેને સમજી શકાય; પણ માણસને માત્ર તેટલાથી ન સમજી શકાય; અને મનુષ્યસમાજને તે તેથી પણ ઓછે સમજી શકાય. અંતે તે આંખ આપણા પડોશી વિષે આપણને બહુ ઓછી માહિતી આપી શકે; અને આપણે પિતાને વિષે તે તેથી પણ ઓછી. નહિ તે, કોઈ માણસના ફોટોગ્રાફથી તે માણસના પિતાના જેટલી જ ગરજ સરે. બીજાઓ આપણને “જુએ છે” તેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org