________________
સામાજિક રેશમીમાંસા યંત્રોદ્યોગી સુધારા વિષે આગળ તો મારે ઘણું કહેવાનું છે; પરંતુ અહીં એટલું જણાવતે જાઉ કે, તેના અગાઉ થઈ ગયેલા બીજા સુધારાઓમાં અને તેનામાં મુખ્ય ભેદ એ છે કે, બીજા સુધારાઓ કરતાં તેને આધાર બળજબરી ઉપર ઓછા છે, અને નાગરિકોની નેકનિયત ઉપર વધારે છે. અલબત્ત પિતાને નાગરની થેડીઘણી નેકનિયત વિના તો કોઈ પણ સમાજ ફૂલી-ફાલી ન શકે. પરંતુ યંત્રોદ્યોગી સમાજમાં તો તે તેના અસ્તિત્વની જ મૂળભૂત વસ્તુ બની રહે છે. કારણ કે, તે સમાજનો નિવાહ જ મજૂરી – ઉદ્યોગ દ્વારા સિદ્ધ થતો હોવાથી, બધા નાગરિકે કોઈ પણ બળજબરી વિના તે ઉદ્યોગમાં પોતાને ફળે નેકનિયતથી આપે, એ તેને માટે અતિ આવશ્યક છે. કાયદાને બળવાન હાથ ઘણી વસ્તુઓ બળજબરીથી કરાવી શકે, પરંતુ નામરજીવાળા નાગરિક પાસે, તેને ફાળે આવતી મજૂરી, તેનાથી બને તેટલી સારી કરાવવાની ફરજ તે કદી ન પાડી શકે. તેનું એક કારણ એ તે છે જ કે, કઈ માણસ પોતાનું કામ બળજબરી હેઠળ જ કરે, ત્યારે તે કામ તેનાથી “બને તેટલું સારું ન જ હોય. નેકનિયતવાળે માણસ જ પિતાનું કામ બને તેટલું સારું કરી શકે, એ વિનાનો બીજો કોઈ જ નહિ. અને યંત્રોદ્યોગી સમાજ પિતાના બધા નાગરિકો પાસે તેમનાથી બને તેટલા સારા–એથી સહેજે ઓછા નહીં – એવા કામની જ અપેક્ષા રાખતો હોય છે.
સમાજ વિષેની આપણી વિચારણામાં આપણે સામાજિક તંત્રરચના ઉપર જ જોઈ એ તે કરતાં વધારે લક્ષ આપીએ છીએ; પરંતુ તે સમાજ જે જીવંત સ્નાયુઓનો બનેલો છે, તેમના ઉપર નહીં જેવું જ લક્ષ આપીએ છીએ. તંત્રવ્યવસ્થા એ એક પ્રકારની ગોઠવણી હોવાથી આપણને એમ લાગે છે કે, આપણે પણ તેને ગોઠવી શકીએ, જમીનદોસ્ત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org