________________
૧૬
સર્વોદયની જીવનકાળા બીજું, તથા લગભગ અમેઘ સાધન છે. સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને એક જ નિર્ણય ઉપર અચૂક લઈ જાય છે કે, આ જગત એક યંત્ર છે, તથા તેને દરેક ભાગ આવશ્યક્તાથી નિયંત્રિત છે. એટલે સ્થળ-ભાવનાથી વિચાર કરનારે જ્યારે એમ કહે કે, “વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ જોવું,” ત્યારે તે તેના દષ્ટિબિંદુથી તદ્દન સાચે છે. અને તેનું કારણ પણ ઉઘાડું જ છે. તમે તે વસ્તુને બીજી કોઈ રીતે નો જ ન શકે; કારણ કે, તે આવશ્યક છે એમ ન જેવું એનો અર્થ એ જ થાય છે, તે ત્યાં નથી એમ જેવું. ચક્ષુરિંદ્રિય આવશ્યકતાની જ ખાસ ઇકિય છે; કારણ કે, તે સ્થળને લગતી ઇંદ્રિય છે. તેથી, જે કઈ માણસ જન્મથી જ સ્થળ-ભાવનાથી વિચાર કરવાને ટેવાયે હોય, અથવા આ જમાનામાં જન્મવારૂપી અકસ્માતથી તે બન્ય હોય, તો તે અચૂક નિયતિવાદી જ બનવાને; અર્થાત, કોઈ વસ્તુ આવશ્યક છે એમ નોવાથી ન તેને સમજનારે બનવાનો. પરંતુ, જે તે કાળ ભાવનાથી વિચાર કરનાર હોય, તે તે વસ્તુને જુદી જ રીતે સમજે. કારણ કે, કાળ-ભાવનાથી વિચાર કરનાર તે વસ્તુને માત્ર જોતો જ નથી; પણ સાંભળે છે, ચાખે છે, સુંઘે છે, પકડે છે, તથા તેનો સ્વભાવ નક્કી કરતાં પહેલાં તેની અનેક રીતે ખાતરી કરી જુએ છે–પેલા ભક્તિગીત રચનારની જેમ, કે જે આપણને “ઈશ્વર સારો છે એવું ચાખીને જુઓ’ એમ કહે છે; તથા જોવાની પહેલાં ચાખવાને મૂકે છે. આમ એક ઇન્દ્રિય ઉપરથી બીજી ઉપર, જેવા ઉપરથી સાંભળવા ઉપર, અને સુંઘવા ઉપરથી સ્પર્શ કરવા ઉપર જઈ જઈને, વસ્તુઓને તે તેમનાં વિવિધ પરિવર્તનમાં અનુસરે છે; અથવા કહે કે, તે પરિવર્તનની પીઠ ઉપર જ
૧. જૂના કરારમાં આપેલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org