________________
સામાજિક બાબતમાં કાળ-ભાવના ૧૩ બધી એક દિવસથી વધુ કાયમ રહી શકશે? આ બધા હસતા, આનંદી અને હાથ મિલાવતા સુખાવતી-વાસીઓ પિતે પ્રાપ્ત કરેલી દશાને, તેથી વધુ ઉચ્ચ સ્થિતિ તરફ ઊંચે ને ઊંચે વાઇ નવા વડે કાયમ રાખવા જેટલો પુરુષાર્થ દાખવી શકશે? (કારણ કે, આ જગતમાં કોઈ પણ સારી વસ્તુ કાયમ રાખવાને એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.) કે પછી તેઓ સુખના અવડ ભૂગર્ભમાં એવા તો ઊંડા ભરાઈ પેઠા છે કે, હવાફેર માટે પણ તેઓ કદી બહાર આવી શકે તેમ નથી? આવા આવા પ્રશ્નો ઊભા થતાં જ પેલું ઝળહળતું કલ્પનાચિત્ર ઝાંખું પડી જાય છે; અને કાળ-ભાવનાથી વિચાર કરનારનું દિલ પણ ભારે બની જાય છે.
આપણે નવી દુનિયા રચનારાઓ ન્યાયી સમાજતંત્ર ઘડવા પાછળ પડ્યા છે. અર્થાત્ એવું તંત્ર કે જ્યાં દરેક જણ પિતાને ઉચિત સ્થાને અને ઉચિત સંબંધોમાં ગોઠવાયે હોય, એ આ બાબતની સ્થળ-બાજુ થઈ. પરંતુ બીજી વસ્તુ તે આપણા ધ્યાન પર લાવવામાં આવતી જ નથી કે, ન્યાયી સમાજ તંત્ર તે તે જ કહેવાય કે જેને નાગરિકોએ વળી વધુ ન્યાયી બનાવતા રહીને “પોતાને માટે રોજ નવું જ જીતવાનું હોય.” તેનું ન્યાયીપણું બધા લેકે કયે સ્થાને કયા સંબંધોમાં ગોઠવાયા છે તે બીનામાં નથી રહ્યું; પરંતુ, તેઓ તે સંબંધેથી જોડાઈને પછી શું કરે છે, એ બીનામાં રહ્યું છે. એ બીના આ પ્રશ્નની કાળ-બાજુ થઈ
એક જ દિવસ કાયમ રહી શકનારી સમાજવ્યવસ્થાઓ રચવી, અને આજકાલ જાહેર જનાઓ હેઠળ અને જાહેર પૈસા વડે મેટી સંખ્યામાં ઊભાં કરવામાં આવતાં તકલાદી મકાને રચવાં – કે જેઓ ઉમદા કારીગરીને લજવનારાં તથા એક જ પેઢીમાં ખંડેર બની જનારાં હોય છે, – એ બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org