________________
સામાજિક બાબતોમાં કાળ-ભાવના પિતાને અનુભવ તપાસવાની તકલીફ લેનાર દરેક જણ જાણે છે કે, જીવનમાં દરેક વસ્તુની કિંમત તેને “ટકાઉપણું” સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. દુનિયાનું સર્વોત્તમ શ્રેય માણસને પ્રાપ્ત થાય; પણ તે આવે તે જ ક્ષણે ચાલ્યું જાય, દેખા દે તે જ ક્ષણે નાશ પામે– સ્મૃતિમાંથી પણ લુપ્ત થઈ જાય, તે તેની કશી જ કિંમત નથી. અને જેની કશી જ કિંમત નથી, તે વાસ્તવિક પણ નથી. તેનામાં કઈ પણ પ્રકારનું ટકાઉપણું, કાયમ-રહેવા-પણું હોવું જ જોઈએ; કાંઈ નહીં તે ડેન્ટેએ કરેલા ક્ષણિક ઈશ્વરદર્શનની પેઠે તે માત્ર સ્મૃતિમાં જ ભલે ટકી રહે; પરંતુ તેટલા વિના તે તે ન હોવા બરાબર જ છે. જે જવા માટે જ આવે છે, તે ન આવ્યા બરાબર છે. તેનું “આવવું” એ ખરી રીતે “જવું છે; તથા તે આવતું નથી કે જતુંય નથી એમ જ કહેવું, એ તેથી પણ વધુ સારું છે. જે સત્ વસ્તુ ટકી રહેતી નથી–એક ક્ષણ પણ, સ્મૃતિમાં પણ ટકી રહેતી નથી, તે આડકતરી રીતે અસત્ – શૂન્ય છે એમ કહેવા બરાબર છે. સર્વોત્તમ શ્રેય પણ જે આવ્યા બાદ એટલું જલદી ચાલ્યું જાય કે, આપણે તેને સર્વોત્તમ તરીકે પિછાની શકીએ કે ભોગવી શકીએ તેટલો વખત જ ન મળે, તો તે એક મશ્કરીરૂપ, એક નિરાશારૂપ કે અનિષ્ટરૂપ જ ન કહેવાય?
આ હકીકત આપણે ચેતન જીવનનું સૌથી ગહન સત્ય છે, અને દરેકને તે જાણીતું છે. પરંતુ એ સત્ય એવું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org