________________
પ્રાસ્તાવિક કરે પડશે તેની. અલબત્ત, તે સંગ્રામ હિંસક શસ્ત્રો વડે લડવાનો નહીં હોય.
તેને અંત શો આવશે એ કહેવાની હિંમત કેઈ ન કરે. એમ પણ બને કે, અંતિમ લક્ષ્ય, અથવા મનુષ્યજાત માટે વિશ્વ સંઘરી રાખેલે અંતિમ હક, “માનભરી રીતે મરવા કરતાં કંઈ વધારે ન હોય કે કંઈ ઓછો ન હોય. ચંદ્રમા પણ આપણને એ ચેતવણી આપવા જ આકાશમાં નથી ઝળહળી રહ્યો કે, આપણું ગર્વિષ્ઠ સંસ્કૃતિ પણ સર્વવ્યાપી મૃત્યુના મુખમાં જ સપડાયેલી છે? એટલું તે વિજ્ઞાનેય ભાખી શકે છે. પરંતુ, એ મરવાની રીત કઈ વિજ્ઞાન ભાખી ન શકે. મનુષ્યજાત જરૂર નાશ પામશે, પરંતુ ક્તરને
તે જ નાશ પામશે, એવું આવશ્યક નથી. તે “માનભરી રીતે” પણ મરી શકે. અને વીર પુરુષને તે એટલામાં જ અપાર ધન્યતા લાગે છે કે દરેકના હૃદયમાં જે એદી આરામી જીવડે છુપાયે હોય છે, તેને એ વાત પસંદ નહીં પડે.
અહીંથી આગળ વધતા પહેલાં, વિચાર કરવાની – નાગરિકધર્મ વિષે વિચાર કરવાની–જે પદ્ધતિ અખત્યાર કરવાની હું તમને ભલામણ કરવાનો છું, તેનું અહીં બની શકે તેટલું વર્ણન કરી લઉં.
તેને નવી રીત કહેવી એ તે સત્યથી વેગળા ગયા જેવું થશે. પિતાની જાતને વિચારની પદ્ધતિ કહેવરાવનાર કોઈ પણ પદ્ધતિ “નવી” તે હેઈ જ શકતી નથી. જેઓએ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થવા નથી દીધી, તે બધા જ તેને ઉપગ કરે છે. બાળકે, કે જેમના નિર્ણય કેટલીક બાબતોમાં ઈશ્વરી નિર્ણના પડઘારૂપ મનાય છે, તેઓ પણ ભાગ્યે જ બીજી પદ્ધતિ વાપરે છે. તેને હું “કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ’ અથવા ટૂંકમાં “કાળ-પદ્ધતિ” એવું નામ આપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org