________________
So
- સપ્તતિકા કર્મગ્રંથ
મોહનીયના બંધસ્થાને ભાંગા
छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो । नवबंध वि दुणि उ, इक्किकमओपरं भंगा ॥१६॥
ગાથાર્થ : બાવીસના બંધે છ, એકવીસના બંધે ચાર, સત્તર તથા તેરના બંધે બે બે અને નવના બંધે પણ બે, તેનાથી આગળ બંધસ્થાનના એક, એક બંધભાંગા છે. ।૧૬।।
૨૨ બંધસ્થાનક
૨૧ બંધસ્થાનક
૧૭, ૧૩, ૯ બંધસ્થાનક
૨ યુગલ
૨ યુગલ
૨ યુગલ
X
X
X
૩ વેદ
૨ વેદ
૧ વેદ
નવનો બંધ પ્રમત્ત ગુણઠાણે હોય ત્યાં ૨ ભાંગા ઘટે. અપ્રમત્ત વિ. ગુણઠાણે અરિત, શોક ન બાંધે તેથી એક યુગલ બાંધે તેથી ત્યાં એક જ બંધ ભાંગો ઘટે, પાંચ વિ. બંધસ્થાનકે વિકલ્પ નથી માટે ત્યાં એક-એક બંધભાંગો ઘટે.
મોહનીયના બંધસ્થાને ઉદયસ્થાન
दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा । छाइ नव सत्तरसे, तेरे पंचाइ अट्ठेव ॥१७॥
સત્તાસ્થાન
૬ ભાંગા
૪ ભાંગા
૨ ભાંગા
૨૪
ગાથાર્થ : બાવીસના બંધે સાતથી દશ સુધીના, એકવીસના બંધે સાતથી નવ સુધીના, સત્તરના બંધે છ થી નવ સુધીના, તેરના બંધે પાંચથી આઠ સુધીના ઉદયસ્થાનો છે.૧૭ના
૨૨ નો બંધ મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. જો કે મિથ્યાત્વે બંધમાં મોહનીયની ૨૬ પ્રકૃતિ કહી છે. તે અનેક જીવ અને સર્વ કાળ આશ્રયી સમજવી. એક જીવને એક સમયે એકી સાથે ૨૨ પ્રકૃતિ બંધાય તેથી મિથ્યાત્વે ૨૨ પ્રકૃતિનું બંધસ્થાનક કહેવાય. એમ આગળના ગુણસ્થાનમાં પણ કર્મસ્તવમાં મોહનીયની સંખ્યા વધારે બતાવેલ છે પરંતુ એકી સાથે બંધાતી પ્રકૃતિના સમૂહને બંધસ્થાનક રૂપે અહીં બતાવેલ છે.