________________
૧
ઈશ્વરનું સ્વરૂપ
ઈશ્વરનું સ્વરૂપ
यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो । बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः ॥ अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः । सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथः प्रभुः ॥
આ છે આપણાં છ દર્શનોનું મંગળાચરણ, આમાં પરમાત્માને ભિન્નભિન્ન નામથી ઓળખનારાં વિભિન્ન દર્શનોના મતની સ્પષ્ટ રજૂઆત છે. શૈવ ધર્મીઓ તેની ઉપાસના શિવરૂપે કરે છે, વેદાન્તદર્શનને માનનારા તેને બ્રહ્મ કહે છે, બૌદ્ધો તેને બુદ્ધ કહે છે, ન્યાયદર્શનમાં માનનારા તેને કર્તા તરીકે વર્ણવે છે. જૈનશાસનમાં શ્રદ્ધા ધરાવનાર તેને અર્હત્ કહે છે અને મીમાંસકો તેને કર્મ કહે છે. ભલે તેઓ જુદાજુદા નામથી ઓળખાતા હોય પણ આપણે તો તેમના સ્વરૂપ અને તેમની ઉપાસના વિશે વિચાર કરવો જોઈએ.
વૈદિકધર્મ ઈશ્વરને નિરંજન-નિરાકાર કહે છે, જૈનધર્મ તેને સિદ્ધ પરમાત્મા કહે છે. ખ્રિસ્તીધર્મમાં તેને ‘ગૉડ' અને ઇસ્લામધર્મ તેને ‘ખુદા' તરીકે દર્શાવે છે. શીખ લોકો તેને ‘કર્તાર' કહે છે તથા બીરપંથી એને ‘સાંઈ' કહે છે, કોઈ એને ‘રામ’ કહે છે, કોઈ ‘હરિ' કે ‘વિષ્ણુ' કહે છે. પારસીધર્મમાં તેને અશો જરથ્રુસ્ત કહ્યા છે. ભિન્નભિન્ન દેશ અને પ્રાંતમાં દૂધને જુદાંજુદાં નામે ઓળખવામાં આવે
૧