Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના EmકિકિકિકિકિકાણકાશBaaaaaa EJE] માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કંઈ પણ બદલો વાળવાને મારે પ્રસંગ ન આવ્યો એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલો જ પ્રયાસ લીધો છે તે માટે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ જીવોને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારો અપરાધ સર્વ જીવો ક્ષમા કરો, હું સર્વને માફી આપું છું. સર્વ છે મારા મિત્રો છે. મને કઈ સાથે વેર-વિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખાવું છું. મારા તરફનો સ્નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારે મેળાપ સ્વર્ગલોકમાં જ થશે.” આટલું બોલતાં જ તે બાળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી. ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પોતાના ખોળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેને પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઈચ્છાસંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્ય. અહા ! કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા ! સંગની વિયોગશીલતા ! સ્નેહી વહાલા કુટુંબ વચ્ચે કલ્લોલ કરતી બાળા આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ. Jun Guri Aaradhak Tru aataarohiiaaaaaaaaaaaaaaa|| 8 | A Gunratnasuri MS