Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાલ્યું. માતા-પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટો દિલાસે આપતાં જણાવ્યું કે માતાજી ! આપ આમ ઉદાસ શા માટે થાઓ છો? જન્મે તેને નાશ તો છે જ. મરણ કેઈને છોડતું નથી, તે પછી આવી કાયરતા શાને માટે કરવી? માતાએ કહ્યું, “વ્હાલી પુત્રી ! તારું કહેવું ખરું છે, પણ તારી આવી નાની ઉંમર, તેં સંસારનું સુખ કાંઈ પણ દેખ્યું નથી. શું તું આટલી ઉંમરમાં ચાલી જ જઈશ ?" ધન્નાએ કહ્યું, “માતાજી તમે આ શું બોલો છો ? તમારું વિવેકજ્ઞાન કયાં ગયું? આત્મા તે અમર છે. તેનું મરણ કયાં થાય છે? આ શરીર મૂકીને બીજુ લઈશું. ફાટી ગયેલ જીણું વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુ:ખ શાનું? આત્માની ઉંમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કર્તવ્યના પ્રમાણમાં બંધાય છે, તે તે હોય તેટલું જ ભેગવાય ને? સંસારનું સુખ શું દેખવું હતું ? મને આટલી ઉંમરમાં ધર્મની પ્રાપ્તિ થઈ. સત્ય-અસત્ય ઓળખાયું હવે આથી વિશેષ બીજું શું સુખ હોઈ શકે ? ગુરુમહારાજ કહેતા હતા કે : “આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઈ સમજવી.” સુખ-દુ:ખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહ ત્યાગ થવાથી મારા મનમાં કોઈપણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાવિકજ્ઞાન અપાવ્યું તો જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. II e II Jun Gun Aaradhak P.P.A. Gunratnasuri MS.