Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ શ્રદર્શન | ||FEલાકાષaataaaaaaaaaaaaaaaaa સદઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણી સારી રુચિ હતી. પરમાત્માના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસંતોષી હતો, અર્થાત્ નિરંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ રફૂરતું હતું. સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને મહાન ખેદ થતો હતો. અને તે પરિભ્રમણ દૂર કરવા માટે જ દેવ. ગન વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતો હતો. ધર્મના સારભૂત રહરનું તે નિરંતર મનન કરતો હતો અને જ્ઞાનના પ્રકાશથી જેમ બને તેમ કામ, ક્રોધાદિ અંધકારને હઠાવતો હતો. ટૂંકમાં કહીએ તો આ ધનપાળે પોતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણો સંપાદન કર્યા હતાં. પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારથી સ્વચ્છ હતું. તેના મેહક નેત્રો નિર્વિકારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતોષ મર્યાદા વિનાને હતો. તેની ઉદારતા મોટા દાનેશ્વરીઓને પાછી હઠાવે તેવી હતી. ધર્મ તરફ તેની વિશે લાગણી હતી. તેમજ પોતાના મોટા ભાઈ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતી. ઘણા જ ભદ્રિક સ્વભાવવાળો, આત્મકલ્યાણની પ્રબળ ઈચ્છાવાન અને ધર્મમાં વિશેષ રુચિવાળે ધર્મ પાળ નામને ધનપાળને મિત્ર હતો. મહાત્મા પુરુષોને આ તો સિંહનાદ છે કે Jun Gun Aaradhak Ad Gunratnasur MS. |||BaaaaaaaaaaaaaaaaaaBaa[B[EE