________________
1)
શ્રી હંસા કોષ્ણુગ્રાફિક્સ (બેંગ્લોર)ના શ્રી અશ્વિનભાઈ આ આવૃત્તિના પ્રિન્ટીંગકાર્યને સુંદરરીતે સંપન્ન કરીને અભિનંદનપાત્ર બન્યા છે.
શ્રી વાસુપૂજ્ય દેરાસર ઝવેર રોડ, મુલુંડ(પ.)-મુંબઇ અંતર્ગત શ્રી તપાગચ્છીય શ્રાવિકા બેનોએ ભેગી કરેલી જ્ઞાનદ્રવ્યની રકમમાંથી આ આવૃત્તિનું પ્રકાશન થતું હોવાથી તેઓ પણ ધન્યવાદપાત્ર છે.
ત્રીજી આવૃત્તિમાં ભાષાકીયષ્ટિએ, તેમ જ નવા મળેલા કેટલાક પાઠોની દૃષ્ટિએ, તથા બીજી કેટલીક વિગતોની દૃષ્ટિએ ઘણા સુધારા વધારા કર્યા છે. પૂર્વની આવૃત્તિઓમાં જે ક્ષતિઓ રહી ગયેલી, તે બદલ મિચ્છા મિ દુક્કડમ્.
વિરામ પૂ. શ્રુતજલધિ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથનાં ભાવાનુવાદ અને સંપાદનકાર્ય વાસ્તવમાં મારામાટેનાનકડી નૌકાલા અફાટ સાગરમાં સ્વૈરવિહાર કરવાની ચેષ્ટારૂપ જ છે. તેઓશ્રીના આ ગ્રંથનો ભાવાનુવાદ કરવામાં મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. બુદ્ધિની મંદતા અને પ્રમાદઆદિના કારણે ક્ષતિ રહી જવા પામી હોય, તે સંભવિત છે. સુજ્ઞ સજ્જનોને આ ક્ષતિઓનું પરિમાર્જન કરવાની વિનંતિ છે અને મારી નજર દોરવાની વિજ્ઞપ્તિ છે.
અંતે.. ગ્રંથના સંપાદનઆદિથી અર્જિત સુકૃતના સહુ કોઇ સહભાગી થાઓ, તથા મધ્યસ્થભાવે ગ્રંથપઠનઆદિથી અને જિનબિંબોનાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન દ્વારા સન્માર્ગ પામી શિવપદના સ્વામી થાઓ તેવી શુભેચ્છા. પ્રથમવૃત્તિ પ્રસ્તાવના
વિજયભુવનભાનુ-ધર્મજિત-જયશેખરજ્ઞાનપાંચમ ૨૦૪૩
અભયશેખરસૂરિ શિષ્યલેશ તૃતીયાવૃત્તિવેળા સુધારેલી પ્રસ્તાવના
આ. અજિતશેખરસૂરિ દશેરા, સંવત ૨૦૬૮ રત્નાગિરી.
બેંગ્લોર
૭૦૯૬