________________
ટીકા પર નજર નાખવાથી સમજમાં આવી જશે.
' દષ્ટાંતો - આ ગ્રંથ અનેક પૂર્વ મહાપુરુષોના હૃદયંગમ દષ્ટાંતોના કારણે રોચક બન્યો છે. ખાસ ચમરેન્દ્રનો ઉત્પાત, સૂર્યાભદેવકૃત પૂજા, કેશીગણધરનો પ્રદેશ રાજાને ઉપદેશ અને દ્રૌપદીનું કથાનક આંખ ખેંચે તેવા દષ્ટાંત છે. મહાનિશીથ ગ્રંથમાંથી ઉદ્ધત કરેલા સાવદ્યાચાર્ય અને વજઆર્યના દૃષ્ટાંત દરેક વ્યક્તિએ વારંવાર વાંચવા વિચારવા અને યથાયોગ્ય વર્તનમાં લાવવા લાયક છે. ગ્રંથકાર અંગે કંઇક...
નિબંધલેખનમાં પ્રથમકક્ષાને પામેલા વિદ્યાર્થીને જ્યારે સૂર્યઅંગે નિબંધ લખવાનો આવ્યો, ત્યારે તેણે એટલું જ લખ્યું “સૂર્ય જગત અને મને એટલો બધો પરિચિત છે કે તે અંગે હું કશું લખી શકું તેમ નથી.”
જ્યારે પ્રસ્તાવનામાં ગ્રંથકારશ્રી મહોપાધ્યાય યશોવિજયજી અંગે કંઇક લખવાનો આ પ્રસંગે ઉપસ્થિત થયો છે, ત્યારે મારી હાલત આ વિદ્યાર્થી જેવી બની રહી છે. મહોપાધ્યાયજીના જીવનકવનથી કોણ અપરિચિત છે? તેમની જીવનક્તિાબને અહીં ફરીથી ઉઘાડવી એ શું ચર્વિતચર્વણરૂપ કે ઔપચારિકતારૂપ નથી? છતાં પણ વ્યવહાર
ઔપચારિકતા પર નભે છે, એ વાત ભૂલાય તેમ નથી. ગુજરાતના નાનકડા કનોડ ગામને પોતાના જન્મથી પાવન કરનારા અને ઇતિહાસમાં અમરતા બક્ષનારા પૂજ્ય ઉપાધ્યાયજી મ. ની રત્નકુક્ષિમાતા “સૌભાગ્યદેવી” સૌભાગ્યશાલિની હતા. જૈનવણિક શ્રેષ્ઠી “નારાયણ' પિતાના આ પનોતા “જશવંતકુમાર’ પુત્રે પોતાના સહોદર પાસિંહની સાથે જગકુરુ હરસૂરિ મહારાજની પાટપરંપરામાં આવેલા શ્રી નયવિજય મ. પાસે સંવત ૧૬૮૮ માં પરમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરેલી. શૈશવકાળમાં જ શ્રવણમાત્રથી ભક્તામરને અણિશુદ્ધ કંઠસ્થ કરવાની શક્તિના સ્વામી શ્રી યશોવિજય મહારાજની મેધાશક્તિનો પ્રકાશ આસપાસ ફેલાવા માંડ્યો. પદ્મસિંહમાંથી પપવિજય બનેલા મુનિવરના આ સહોદરની બુદ્ધિ-પ્રતિભાથી અંજાયેલા ઉદારદિલ શ્રેષ્ઠી ધનજી સૂરાએ વિશિષ્ટ અભ્યાસ અર્થે કાશીમાં ભણવાઅંગેની સર્વ આર્થિક જવાબદારી ઉપાડી લીધી. ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં કરેલા અભ્યાસથી પ્રગટેલી પ્રતિભાનો પરચો કાશીમાં જ બતાવી પંડિતમૂર્ધન્યો પાસેથી “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્યનું બિરુદ પ્રાપ્ત કર્યું પવિત્રગંગાનાકાંઠે “ઍકારના જાપથી સરસ્વતીની કૃપાને પામેલા યશોવિજયજી મહારાજે “ઐન્દ્ર પદથી અંકિત ગ્રંથોના સર્જનમાં સેંચુરી લગાવી. “જે ઢગલાબંધ થાય, તે માત્ર ઉત્પાદન હોય, સર્જન નહિ તેવી સામાન્ય માન્યતા ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોથી અસ્પૃશ્ય રહી, કેમ કે તેમના પ્રત્યેક ગ્રંથ એક ઉત્તમ કોટિના સર્જન હતા, નહિ કે ઉત્પાદનમાત્ર. સ્વોપજ્ઞવૃત્તિસહિત/રહિતના અનેક ગ્રંથો સર્જનારા આ પૂજ્યશ્રીએ અન્યકર્તક ગ્રંથોપર વૃત્તિ-અવસૂરિઓ પણ રચી છે. સંસ્કૃતભાષાને સમૃદ્ધ કરનારા મહામનાએ સ્તવન, સક્ઝાય, ઢાળ, ટબા વગેરે રચનાઓથી ગુર્જરગિરાને ગુણવંતી બનાવી છે. તર્કકર્કશ પંક્તિઓથી વિદ્વાન ગણાતાઓને આકાશ તરફ મીટ માંડતા કરવાની કળાના ધણી આ પરમપુરુષે તળપદાં ગુર્જર શૈલીમાં રચેલા સ્તવનો અભણ ગણાતો ભક્તજન ભગવાન આગળ ભાવપૂર્વક લલકારે, ત્યારે તેઓશ્રીના સાહિત્યના ક્ષેત્ર માટે જાણે આ આકાશ પણ વામણું ભાસે. સંઘના આગ્રહથી અને પૂ. દેવસૂરિ મહારાજની આજ્ઞાથી ૧૭૧૮ માં ઉપાધ્યાય પદવીથી અલંકૃત થયેલા મહાપુરુષે ૧૭૪૩ માં ડભોઈ મુકામે અનશનપૂર્વક છેલ્લો શ્વાસ મૂક્યો. આજે પણ શ્રદ્ધાળુ વર્ગ તેમના સમાધિસ્થળે ભક્તિભાવથી ઝુકે છે. અને જાણે કે તેમની મૂક સાક્ષીમાં સરસ્વતી માતાને રીઝવવાનો સફળ પ્રયત્ન આદરે છે.