________________
is
મહેરામણના મોતી - ગ્રંથમાં ઠેર ઠેર મહત્ત્વની સિદ્ધિઓ કરી છે, તથા ઘણી સૂચક પંક્તિઓ મળે છે. કેટલાક સેમ્પલ અહીં રજુ કર્યા છે (૧) સર્વનયસંમત પદાર્થ જ શાસ્ત્રાર્થ છે (૨) જિનપ્રતિમાના દર્શનથી આનંદ પામતી વ્યક્તિ આસન્નભવ્ય છે (૩) ભાવજિનને વંદન કરવાથી પ્રાપ્ત થતું ફળ જિનના અભાવમાં જિનપ્રતિમાને વંદન કરવાથી પણ પ્રાપ્ત થાય છે. (૪) સમ્યગ્દષ્ટિ જીવ માત્ર આ ભવમાં જ સુખકારી બનતા કાર્યોને કરણીયતરીકે સૂચવે નહીં(૫) જિનપૂજા સમ્યત્વસામાયિકની પ્રવૃત્તિરૂપ છે (૬) જિનપ્રતિમા આગળ અભિનયપૂર્વક પ્રાર્થનાઆદિ કરવાથી ભાવોલ્લાસ પ્રગટે/વધે છે. (૭) વસ્ત્રઆદિના ઉપયોગ વિના(=મુખને ઢાંક્યા વિના) બોલાયેલી સત્યભાષા પણ સાવદ્ય બને છે. (૮) સ્વસ્વસ્થાને કરેલી ઉચિત ક્રિયા સ્વસ્વસ્થાને અપ્રમાદરૂપ છે (૯) સ્યાદ્વાદદેશના જ સર્વત્રકરણીય છે. અને દોષયુક્તની શક્તિ હોય તો પ્રજ્ઞાપ્ય વિનીત આગળ અવશ્ય નિષેધ કરવો (૧૦) સમ્યગ્દષ્ટિ પુરુષને વિરતિનો ક્રમ ઓળંગીને પણ યથોચિત ઉપદેશ દઇ શકાય (૧૧) જિનબિંબની કરેલી પૂજા ચારિત્રની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે (૧૨) પ્રણિધાનયુક્ત પૂજા ભાવયજ્ઞ અને મહાપૂજા બને છે (૧૩) પૂજા ભગવાનનો વિઠઅગ્નિ ઠારવાનો પ્રયત્ન છે તથા લોકોપચાર વિનયરૂપ છે. તેથી સાધુને પણ અનુમોદનીય છે (૧૪) શુદ્ધઅશુદ્ધઆદિના વિવેકપૂર્વક સૂત્રને પ્રમાણ ઠેરવવા પ્રયત્નશીલ બને તે ગીતાર્થ છે. શંકાઓ ઉઠાવી મિથ્યાત્વફેલાવનાર મૂઢ છે (૧૫) સિદ્ધાંતને ગોપવવામાં અનંતાનુબંધી માયા કામ કરે છે (૧૬) નિશ્ચયનયથી જિનપૂજામાં હિંસાનો કે પાપનો અભાવ છે (૧૭) ભક્તિનો ઉછાળો અવિધિજન્યદોષોને દૂર કરવા સમર્થ છે (૧૮) પ્રાચીન-અર્વાચીનપણું સાપેક્ષ છે. “પ્રાચીન' નામમાત્રથી વસ્તુ આદેય બનતી નથી (૧૯) શ્રાવકધર્મના તિલકસ્થાને જિનપૂજા છે (૨૦) શાસ્ત્રની પંક્તિઓને પુષ્ટ કરવા પૂર્વપુરૂષોના ચરિત્રો દૃષ્ટાંતરૂપ બને છે. પણ તે ચરિત્રનાયકની તમામ પ્રવૃત્તિઓને આલેખતા વચનોસ્વયં વિધિ કે નિષેધરૂપ બનતા નથી (૨૧) જે સૂત્રઆદિનાકર્તા અજ્ઞાત હોય અને સૂત્ર સર્વસંમત હોય તો તે સૂત્રના કર્તાતરીકે શ્રી સુધર્માસ્વામીજીને સ્વીકારવાનો વૃદ્ધવાદ છે (૨૨) વિધિઅદ્વૈષ પણ યોગ(=મોક્ષમાર્ગ)નું એક અંગ છે. (૨૩) (a) કડવામતને માનનારાએ (b) દિગંબરે તથા (c) દ્રવ્યલિંગીએ પોતાનાદ્રવ્યથી બનાવેલી પ્રતિમા અપૂજ્ય છે, બાકીની પ્રતિક્તિપ્રતિમાઓ પૂજ્ય છે તેવી જગદ્ગુરુહીરસૂરિ મહારાજની આજ્ઞા છે (૨૪) વર્તમાનકાળે પ્રાયઃ બધાની સ્થિતિ સરખી હોવાથી અન્યની નિંદા અયોગ્ય છે. (આચારની ખામી વ્યાપક છે, તેથી તેટલા માત્રથી નિંદા ન કરવી) (૨૫) ધર્મમાં ગુડ જિસ્ટિકા ન્યાયથી ઉપેયભૂત મોક્ષની ઇચ્છાને બાધક ન બને તેવી સ્વર્ગઆદિની ઇચ્છા દોષરૂપ નથી. (૨૬) ધર્મનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહાર ઉભયનયથી બતાવવું. એક નયથી જ દર્શાવવાના અવસરે પ્રથમ વ્યવહારનયથી જ દર્શાવવું.
દયાન/યોગ :- આ ગ્રંથમાં સહજાનંદી ઉપાધ્યાયજીએ પરમાત્માનું ધ્યાન ધરવા અને સમાપત્તિ(=વીતરાગની તુલ્યતાનું સંવેદન)નું પાન કરવા જિનપ્રતિમાના આલંબનને ખુબ મહત્ત્વ આપ્યું છે. આ ગ્રંથમાં ઠેર ઠેર ધ્યાન, સમાપત્તિ, સમાધિ, લયઆદિ પામવાના ઉપાયો દર્શાવાયા છે. આ બાબતમાં તેમના અનુભવામૃતના સુધારસછાંટણા, અધ્યાત્મરસ, પ્રશમરસ અને અનાલેખ્ય સહજાનંદની પ્રાપ્તિ માટે આ ગ્રંથની ઉપાદેયતા અને આવશ્યકતામાં ધરખમ વધારો કરે છે. આવો! આપણે પણ તેઓશ્રીના સંવેદનની સુમધુર સંગીતસરિતામાં સ્નાન કરી સકલજીવસૃષ્ટિપ્રત્યે સ્નેકસાગર સ્વામીના સર્વાગવ્યાપી સાન્નિધ્યના સૌભાગ્યને પામવા માત્ર આ બે પંક્તિનો પરામર્શ કરીએ. ‘શાસ્ત્ર વ નામવિત્ર હૃવસ્થિતે સતિ માવાન પુરૂવ પરિરતિ, હૃદયમવાનુંવિશતિ, મધુરાતામિવાનુવતિ, સજીfમવાનુમતિ, તન્મયીમાવ-નિવાદ્યતે, તેન વસર્વવન્યસિદ્ધિો માત્ર