________________
(11) દ્રવ્યસ્તવમાં અલ્પ પાપ અને બહુતર નિર્ભર છે.
અન્યમત-ગૃહસ્થની નીતિમય ધનઅર્ચનપ્રવૃત્તિ કૂપખનનરૂપ છે અને દ્રવ્યસ્તવ તૃષાશમનાદિરૂપ છે. આ મતે દ્રવ્યસ્તવમાં અલ્પ પણ પાપનો અંશ નથી.
ઉપાધ્યાયજીનો અભિપ્રાય -અભયદેવસૂરિનો સિદ્ધાંત અવિધિથી થતી જિનપૂજાસ્થળે છે, અને ભક્તિમાં એવી શક્તિ છે કે જે અવિધિ આદિથી થતા દોષોનો ઉચ્છેદ કરે છે.
આ જ પ્રમાણે “સાધુએ પૂજા કેમ ન કરવી?” એ અંગેની ચર્ચામાં હારિભદ્રઅષ્ટક વૃત્તિકારનો આશય દર્શાવી પૂજ્ય ઉપાધ્યાયજીએ પૂ. હરિભદ્રસૂરિ મહારાજની સંમતિપૂર્વક સ્વાશયપ્રગટ કર્યો કે વાસ્તવમાં મલિનારંભી જ પૂજામાટે અધિકારી છે. અર્થાત્ પૂજાના અધિકાર માટે ‘મલિનાભ' વિશેષણ આવશ્યક છે.
આવા તો અનેક સ્થળો છે, જ્યાં ઉપાધ્યાયજી મહારાજના પ્રતિભજ્ઞાનનો પરિચય થાય છે. સાથે સાથે તેમણે તેવા સ્થળોએ તત્ત્વજ્ઞ પ્રામાણિક પુરુષોપર છેવટનો નિર્ણય છોડી પોતાની પાપભીરુતા પણ વ્યક્ત કરી છે.
ગ્રંથમાં વિસ્તરત આગમપાઠો - આગમજ્ઞ ઉપાધ્યાયજીએડગલે પગલે લાંબા લાંબાઆગમપાઠો આપવામાં જરાય કચાશ રાખી નથી. ખાસ નજર ખેંચે તેવા વિસ્તૃત આગમપાઠો આ રહ્યા-(૧) નમસ્કાર મહામંત્ર અને તેની ઉપધાનવિધિઅંગે મહાનિશીથનો પાઠ (૨) ભગવતી સૂત્રગત ચારણમુનિત પ્રતિમાનતિનો પાઠ (૩) ભગવતી સૂત્રગત ચમરના ઉત્પાતનો પાઠ (૪) સુધર્માસભા અંગે જ્ઞાતાસૂત્રગત પાઠ (૫) આવશ્યક નિર્યુક્તિગત “અરિહંત ચેઇયાણ” સૂત્રપાઠ (૬) પ્રજ્ઞાપનાગત “ક્રિયા'પદઅંગે પાઠ (૭) સૂત્રકૃતગગત બૌદ્ધમતખંડન (૮) રાજપ્રશ્નીય ઉપાંગગત સૂર્યાભદેવકૃત પૂજાનો પાઠ (૯) મહાનિશીથગત સાવદ્યાચાર્ય અને શ્રી વજઆર્યનું દૃષ્ટાંત (૧૦) દ્રવ્યસ્તવઅંગે આવશ્યક નિર્યુક્તિગત પાઠ (૧૧) પરિવંદનઆદિઅંગે આચારાંગ સૂત્રનો પાઠ (૧૨) પ્રશ્નવ્યાકરણટીકાગત સુવર્ણગુલિકાનું દૃષ્ટાંત (૧૩) દ્રૌપદીચરિત્રઅંગે જ્ઞાતાધર્મકથાનો પાઠ (૧૪) શાશ્વત પ્રતિમાના શરીરવર્ણનઅંગેજીવાભિગમસૂત્રનો પાઠ (૧૫) સ્તવપરિજ્ઞા-સ્વકૃત અવચૂરિયુત (૧૬) પ્રતિમા અનેદ્રવ્યલિંગીનો ભેદ બતાવતો આવશ્યક નિર્યુક્તિનો પાઠ (૧૭) પુરુષવિજયઅંગે સૂત્રકૃતાંગનો પાઠ. આ ઉપરાંત હારિભદ્રઅષ્ટકમાંથી ભાવાગ્નિકારિકા, તીર્થકૃધાન તથા રાજ્યાદિદાનદૂષણ નિવારણ આ ત્રણ અષ્ટક મૂળ સ્વકૃતઅવચૂરિ સહિત આપ્યા છે. ઘણીવાર આગમપાઠો સાથે ટીકા, ટીકાનો અંશ અથવા સંક્ષેપ પણ સાથે લીધો છે. તો કેટલાક સ્થાનોએ સ્વકૃત અવસૂરિઓથી જ કામ ચલાવ્યું છે. આગમપાઠો દર્શાવ્યા બાદ તેના અમુક અંશો પરત્વે પ્રશ્નો(ઋચાલના) તથા સમાધાન(=પ્રત્યવસ્થાન) જે રીતે દર્શાવ્યા છે, તે જોતાં પૂજ્યશ્રી પ્રત્યે “અહો! અહો!! ના પોકાર હૃદયના ઊંડાણથી નીકળી જાય છે, અને ઘડીભર એવો નિર્ણય કરવાનું મન થઇ જાય છે કે ભાવનાજ્ઞાનના સ્વામી ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યા બાદ જો આગમગ્રંથોના હાર્દને પામવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એદંપર્ધાર્થનું એવું નિધાન પ્રાપ્ત થાય કે જે સદામાટે અમૂલ્ય ખજાનો બની જાય.
આ વિસ્તૃત આગમપાઠો સિવાય પણ આખા ગ્રંથમાં બીજા ઢગલાબંધ સાક્ષીપાઠો આપ્યા છે. લગભગ સો જેટલા ગ્રંથોના ચારસોથી વધુ સાક્ષીપાઠોથી આ ગ્રંથ સમૃદ્ધ બન્યો છે. ખરેખર ઉપાધ્યાયજી મહારાજ મોબાઇલ લાયબ્રેરી જ હશે, અથવાતો ચેતનવંતુ કોમ્યુટર. પૂર્વધરોને યાદ કરાવતી સ્મૃતિશક્તિના ધણી અને અપાર જ્ઞાનાર્ણવ ઉપાધ્યાયજી મહારાજે આપેલા સાક્ષીપાઠોમાંથી કેટલાકના તો હું ઉદ્ગમસ્થાન પણ શોધી શક્યો નથી.