________________
18.
(18TH હૃદયથી ત્રણ સ્વીકાર...
કર્મસાહિત્યનિષ્ણાત બાળબ્રહ્મચારી સિદ્ધાંતમહોદધિસ્વ. આચાર્યદેવ શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક, મારા જેવા અનેક યુવાનોના સન્માર્ગદર્શક, સંઘ સંરક્ષક, વર્ધમાન-તપોનિધિ આચાર્યદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથના ભાવાનુવાદ સર્જન/સંપાદનમાં પ્રેરણાના મુખ્ય સ્ત્રોત રહ્યા છે. તેઓશ્રીની કૃપા/આજ્ઞા/આશીર્વચનો મારામાટે હંમેશા આધારસ્તંભ બની રહ્યા છે. તેઓશ્રીમદ્રા જ પટ્ટવિભૂષક, આ ગ્રંથને સાવંત સંશોધિત કરી ગ્રંથની ઉપાદેયતામાં જબ્બરવધારો કરનારા, અધ્યાત્મરસિક, કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રી વિ. ઘર્મજિતસૂરીશ્વરજી મહારાજ સદા સ્મરણીય છે. સંસારી સગપણથી કાકા સંયમજીવનમાં પરમદાદાગુરુદેવના સ્થાને બિરાજી ઉપકારની હેલી વરસાવી જ રહ્યા છે. પણ મારી સંયમનૌકાને સુસ્થિત કરી જ્ઞાનયાત્રાને વેગ આપવાનો પરમ ઉપકાર તો કદીય વિસ્મરણીય નથી. તળેવ પરમાત્મભક્તિરસિક સૂરિમંત્રસમારાધક દાદા ગુરુવર્ય આચાર્યદેવ શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજ(સંસારીપણે કાકા) અને ન્યાયકુશાગ્રબુદ્ધિ, સાત્વિકરત્ન ગુરુવર્યશ્રમણીગણનાયક પૂ. આચાર્યદેવ શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજ (સંસારીપણે વડીલબંધુ) પણ સંયમજીવનના પ્રત્યેક સોપાને માર્ગદર્શક અને હિતચિંતક બની પરમ ઉપકારી બન્યા છે. આ ગ્રંથના પણ સર્જનમાં હાર્દિક રસદાખવી અગત્યના સ્થળોએ યોગ્ય સલાહ આપી મને કૃતાર્થ કર્યો છે. આ તબક્કે પરમસીહાર્દમૂર્તિ સિદ્ધાંતદિવાકર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજ પણ સદા સ્મર્તવ્ય છે. મારા ઉત્કર્ષમાં અંગત રસ દાખવી મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રેરક/દિગ્દર્શક બની તેઓશ્રીએ મને સદાનો ઋણી બનાવ્યો છે. વિદ્વદર્ય સૌજન્યમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી વિ. જયસુંદરસૂરીશ્વરજી મહારાજે પણ સ્થાને-સ્થાને યોગ્ય સૂચનોવગેરે આપી મને પ્રોત્સાહિત કર્યો છે.
અનેકવિધ સહકાર આપી મૌન સહાયક બનેલા તમામ સહવર્તી મુનિવરો આ ક્ષણે શું ભૂલાય?
શ્રતભક્તિરસિક શ્રી અંધેરી ગુજરાતી જેને સો સ્વકીય જ્ઞાનનિધિમાંથી આ ગ્રંથના પ્રથમ આવૃત્તિના મુદ્રણઅંગેનો ભાર ઉપાડી લઇ સુંદર શ્રુતભક્તિ કરી છે. જે વારંવાર અનુમોદનીય છે. તેમજ અન્ય સંઘો/ટ્રસ્ટોને અનુકરણીય છે. શ્રુતજ્ઞાનપિપાસુશ્રીયુત્ હર્ષદભાઈ સંઘવીએ આગ્રહભરી વિનંતિ કરી મને આ ગ્રંથના ભાવાનુવાદ સંપાદન અંગે પ્રોત્સાહિત કર્યો છે. તે ભૂલાય તેમ નથી.
આ ગ્રંથના સંપાદનમાં મુંબઇ લાલબાગના ભંડારમાં રહેલી સ્વ. આચાર્યદેવશી વિ.પ્રતાપસૂરિ મહારાજે સંશોધિત કરેલી મુદ્રિત પ્રત અને સંગી જૈન ઉપાશ્રય-હાજાપટેલની પોળ અમદાવાદમાં રહેલી હસ્તલિખિત પ્રતનો મુખ્યતયા ઉપયોગ કર્યો છે. સંપાદનકાળે સાક્ષીઆદિઅંગે અનેક જ્ઞાનભંડારોમાં રહેલા અનેક પ્રત-પુસ્તકોનો ઉપયોગ કર્યો છે. તથા સાધ્વીચંદનબાળાથીજી મહારાજેનોધેલા કેટલાક મહત્ત્વના પાઠાંતરોનો ઉપયોગ આ ત્રીજી આવૃત્તિમાં કર્યો છે. તેથી તેઓ તમામ શ્રુતભક્તિમાં સહાયક બન્યા હોવાના દાવે ધન્યવાદને પાત્ર છે.
તે જ પ્રમાણે શ્રી રાજમોની જૈન સંઘે સંવત ૨૦૪૬ના ચોમાસાની સ્મૃતિકેતુ, શ્રી ગુર્ર જૈન સંઘે સંવત ૨૦૪૭ના ચાતુર્માસની સ્મૃતિકેતુ, શ્રી બાર્સી જૈન સં સંવત ૨૦૪૯ના ચોમાસાની સ્મૃતિ હેતુ અને શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, લક્ષ્મીપુરી-કોલ્હાપુર જૈન સંઘે સંવત ૨૦૫૧ના ચોમાસામાં પર્યુષણમાં કરાવેલી આરાધનાની સ્મૃતિ હેતુ બીજી આવૃત્તિના પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યથી લાભ લીધો છે. તેથી ધન્યવાદપાત્ર છે.