________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન-વચન અને કાયાની કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાથી શાતાવેદનીય વગેરે શુભનામકર્મ રૂપે શું શું જમા થાય છે? અને એનાથી વિપરીત કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાથી અશાતાવેદનીયાદિ અશુભનામ કમરૂપે શું શું ઉદ્ધાર થાય છે? આ જમા કે ઉધાર થયેલી રકમમાં શી રીતે ફેરફાર થાય છે ? છેવટે “આ બેન્કની ભેદી” જાળમાંથી છૂટકારો મેળવવા માટે શું કરવું જોઈએ ? એ બાબતોને ઝીણવટથી સમજાવતું વિશાળ કર્મસાહિત્ય આજે પણ આપણા પર અપરંપાર ઉપકાર કરી રહ્યું છે.
• જૈનાગમમાં કર્મ સાહિત્યને “હૃદય”ની ઉપમા આપવામાં આવી છે. “જેમ શરીરમાં મહત્ત્વનું અંગ હૃદય છે. તેમ જૈનાગમમાં મહત્ત્વનો વિષય કર્મશાસ્ત્ર છે.”ચૌદ પૂર્વમાં બીજા અગ્રાયણીયપૂર્વને “કર્મપ્રાભૃત”નામનો એક વિભાગ કર્મવિષયક હતો. તેમજ આઠમું “કર્મપ્રવાદ પૂર્વ મુખ્યતયા કર્મવિષયક હતું એ પૂર્વોમાંથી ઉદ્ભત “કર્મપયડી”, “પંચસંગ્રહ”, “સપ્તતિકા”, “પ્રાચીન છ કર્મગ્રન્થ”વગેરે આજે પણ વિદ્યમાન છે. જેના પર વિવિધ ગ્રન્થકારોએ ભાષ્ય, ચૂર્ણિ, ટીકા કે ટીપ્પણ વગેરે કર્મસાહિત્ય રચેલું છે. તદુપરાંત “સાર્ધશતક', “મન સ્થિરીકરણ પ્રકરણ”, “સંસ્કૃત ચાર કર્મગ્રન્થ”, “ભાવ પ્રકરણ”, “બંધહેતુદયત્રિભંગી”, “બન્યોદયસત્તા પ્રકરણ”, “કર્મસંવેધભંગ પ્રકરણ”, “ભૂયસ્કારાદિવિચારપ્રકરણ”વગેરે ગ્રન્થો કર્મ અંગે વિશદ પ્રકાશ ફેલાવી રહ્યા છે. દિગમ્બર સંપ્રદાયમાં પણ “કષાયપ્રાભૃત”, “પખંડાગમ્”, “ગોમાસાર”, “લબ્ધિસાર”, “ક્ષપણાસાર”, “પંચસંગ્રહ''વ.કર્મવિષયક સાહિત્યવિદ્યમાન છે.
શ્રી ગર્ગષિમુનિ વગેરે વિવિધ ગ્રન્થકારોએ ક્રમશઃ (૧) “કર્મવિપાક", (૨) “કર્મસ્તવમાં, (૩) “બન્ધસ્વામિત્વ”, (૪) “ષડશીતિ”, (૫) “શતક” અને (૬) “સપ્તતિકા”નામે પ્રાચીન છ કર્મગ્રન્થની રચના કરી છે. તેમાંથી ઉદ્ધત, તે જ વિષયને સરળભાષામાં જણાવતા અર્વાચીન પાંચ કર્મગ્રન્થની રચના પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ કરી છે.
ગ્રન્થકર્તાનો પરિચય :પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ના ગુરુજીનું નામ “શ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજા” હતું. તેઓ સવિશેષ તપ આચરતા હોવાથી, તેઓના તપ પ્રભાવથી પ્રસન્ન થયેલા ચિત્તોડના મહારાજા જૈત્રસિંહે તેઓને “તપા” બિરૂદ આપ્યું હતું. ત્યારથી આ ગચ્છ “તપાગચ્છ”ના નામે પ્રસિદ્ધિ પામ્યો, વિક્રમની ૧૩ કે ૧૪ મી સદીમાં ગ્રન્થકારશ્રી દેવેન્દ્રસૂરિમહારાજાએ
૧૩
For Private and Personal Use Only