________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભૂતિમુનિએ આત્મિક સુખ માંગી લેવાને બદલેચક્રવર્તીના સ્ત્રીરત્નનું પૌદ્ગલિક સુખ માંગ્યું.. બેન્કે કહ્યું.. લોન એમ ને એમ નહી મળે...ગીરવે શું મૂકે છે?
• બેન્કની દાદાગીરી તો જુઓ...શાશ્વત સુખ દબાવીને બેઠી છે એને યાદ પણ નથી કરતી. અને આ જીવડો થોડું પણ માંગે તો પૂછે છે કે બોલ ગીરવે શું મૂકે છે? અને આ બેન્કની કુટિલતા પણ કેવી છે કે એ જે સુકૃતને ગીરો તરીકે લે છે એ, લોનની વસુલાત કર્યા પછી પણ પાછી આપવાની તો વાત જ નથી કરતો.
• સંભૂતિમુનિએ નિર્મળ સંયમ પાલન, અભૂત ત્યાગ, કઠોર તપશ્ચર્યા,દીર્ઘકાલીન જ્ઞાન- ધ્યાનની સાધના... આ બધું જ ગીરવે મૂક્યું થોડા વર્ષો માટે લોન મળી ગઈ. અને પછી વસુલાત શરૂ કરી. વસુલાત પેઠે બે આંખો જ લઈ લીધી. એટલું જ નહીં છ ખંડનું સામ્રાજ્ય છીનવી લીધું અતિદુર્લભ એવુ મનુષ્યપણું ઝુટવી લીધું અને ૩૩ સાગરોપમના જંગી કાળસુધી હવા પાણીનું સુખ પણ ન માણી શકે એવા બેહાલ કરી દીધા.
• રૂપસેને સુનંદાના રૂપદર્શનના સુખની લોન માંગી... અને વસુલાત માટે સાત સાત ભવ કરવા પડ્યા દરેક વખતે અકાળે મરવું પડ્યું..
• આર્યમંગુએ સ્વાદનો આસ્વાદ માંગવાનું કર્યું... અને વસુલાત માટે વૈમાનિક દેવલોકની અદભૂત સમૃદ્ધિ છીનવાઈ ગઈ... નગરની દુર્ગધ ભરેલી ગટરના અધિષ્ઠાયક યક્ષ બનવું પડ્યું.
મરીચિએ કુલના અહંકારનું સુખ માંગી લીધું... અને વસુલાત માટે નીચકુળમાં ઉત્પન્ન થવું પડ્યું...એ પણ ચૂકવણી કરતાં કરતાં થોડું બાકી રહી ગયું એટલે પ્રભુ મહાવીરના ભવમાં ૮૨ દિવસ સુધી નીચ કુલમાં રહેવું પડ્યું. આ બેન્ક તો કહે છે કે અનંતકાળે થનાર અચ્છેરું મને માન્ય છે, પણ દેવાનો હાથી નીકળી ગયો છે માત્ર પુછડું રહી ગયું છે એટલું પણ માફ કરી દેવું મને માન્ય નથી.”
• શું એમ નથી લાગતું કે આ બેન્કની ચૂંગાલમાંથી શીધ્રાતિશીધ્ર છૂટી જવું જોઈએ? જો કર્મસત્તા નામની બેન્કમાંથી છૂટવું હોય તો એ બેન્કનાં બધા કારનામાં જાણવા જોઈએ. એ બેન્કે જીવડાની કેવી કેવી લખલૂંટ સમૃદ્ધિ જપ્ત કરી લીધી છે, એ સમજવું જોઈએ. વસુલાત કરવાની એની વિવિધ નિર્દય પદ્ધતિઓને પિછાણી લેવી જોઈએ.
૧૨
For Private and Personal Use Only