________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠોરતા, કડકાઈ, ક્રૂરતા અપનાવવા પડે, એ બધુંજ આ બેંક અપનાવી શકે છે. ખાતેદારને એક નહીં.... અનેક કરુણ મોત આવે તો પણ આ બેંક જરાય દયા દાખવતી નથી... દાખવશે પણ નહીં.
હવે આપણે પણ આવી બેન્કના એકાઉંટ હોલ્ડર હોઈએ તો શું કરીએ...
આ “નોખી અને સાવ “અનોખી” બેંકનું નામ છે “કર્મસત્તા...”
સંસારના સમસ્ત જીવો એના ખાતેદાર છે. ખાતુ ખોલાવવા માટે કોઈ ફોર્મ ભરવાનું નહીં. કે, કોઈની ભલામણની જરૂર નહીં, કારણ કે કોઈએ ખાતુ ખોલાવ્યું જ નથી અનાદિકાળથી બધા ખાતેદાર જ છે.
• ખાતેદારે જ બધી નોંધ કરવાની... “જે કાંઈ સારું કામ કર્યું એ આત્માની પાસબુકમાં પુણ્યરૂપે જમા થઈ ગયું” અને “જે કાંઈ ગલત પ્રવૃત્તિ કરી તે પાપરૂપે ઉદ્ધારાઈ જાય”.
• “બીજાઓ સુકૃત કરીને જે કાંઈ પોતાના ખાતે જમા કરાવે....એને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં જમા પણ કરી શકે.” અને “બીજાઓ હિંસા વગેરે પાપકરીને જે કાંઈ પોતાના ખાતે ઉદ્ધારે એને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં પણ ઉદ્ધારી શકે.”
• જ્ઞાનીઓ કહે છે કે જીવ શુભભાવમાં રહીને જયારે શાતા વેદનીય વગેરે પુણ્યકર્મ બાંધે છે ત્યારે પૂર્વે અશુભભાવથી બાંધેલું અશાતા વેદનીય વગેરે કેટલુંક પાપકર્મ પણશતાવેદનીય વગેરે પુણ્યકર્મમાં ટ્રાન્સફર થઈ જાય છે.
• હિંસા વગેરે દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા બંધાયેલા પાપો તરત ઉદયમાં નથી આવતા... એટલે કર્મસત્તા નામની બેંક જીવને એક ચાન્સ એ આપે છે. જો એ વસુલાત ચાલુ થવા પૂર્વે પશ્ચાત્તાપ પૂર્વક આલોચના,પ્રાયશ્ચિત્ત રૂપે જીવ અરજી કરે તો આકર્મસત્તાની બેન્કએનું બધું દેવું માફ કરી દે છે. પણ જો જીવનફિકરો બની આ બાબતની ઉપેક્ષા દાખવે છે, તો આબેંકજીવની કલ્પના પણ ન હોય એટલી કડક રીતે પઠાણી વ્યાજ સાથે પાઈએ પાઈની વસુલાત કરે છે. જીવનાવિવિધ પ્રકારના સુખ પર ટાંચ આવે ને આફતોની વણઝાર ઉતરી પડે... અને તેથી જીવ રોવા બેસે, આકંદન કરે, કરુણવિલાપ કરે, આ પદ્ધતિથી થતી વસુલીમાંથી પોતાને મુક્ત કરવા હવે ગમે તેટલું કરગરે... આજીજી કરે દીનતા દાખવે... પણ કશું જ વળતું નથી. તે વખતે ભારે મજબૂરીથી પણ બધો જ હિસાબ ચો કરવો પડે છે..
૧૦
For Private and Personal Use Only