________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખર સૂરીશ્વરેભ્યો નમ:
નમ: વિલક્ષણ બેન્કઃ કર્મ...
• સમસ્ત વિશ્વવ્યાપી છે એક “બેન્ક”.... • ખૂબજ ન્યારી અને ખૂબજ નિરાળી.... • લેણુમાફ કરવા બેસે ત્યારે “ઉદારતા”“દયાળુતા” પણ એવી.... • લેણુ વસુલ કરવા બેસે ત્યારે “કૂરતા”“કઠોરતા” પણ એવી.... • પોતાની પાસે જમા-ઉદ્ધારની કોઈ નોંધ રાખે નહીં.... • પાસબુકો ખાતેદાર પાસે જ રહે.... • ખાતેદારે સ્વયં એમાં જમા-ઉદ્ધારની નોંધ કરવાની.....
• આની વિશિષ્ટતા એ જ છે કે, બીજાના ખાતે જમા થયેલી રકમ પોતાના ખાતે જમા કરી શકે.છતાં બીજાના જમા ખાતેથી એ ઓછી ન થાય અને બીજાના ખાતે ઉધારાયેલી રકમ પોતાના ખાતે ઉધારી પણ શકે છતાં બીજાના ખાતે ઉધારાયેલી રકમ ઓછી ન થાય....
• પોતાના ખાતે કો'કનવી રકમ જમા કરાવો એટલે જુની ઉદ્ધારાયેલી રકમમાંથી કેટલીક રકમ જમામાં ટ્રાન્સફર થઈ જાય. એ જ રીતે, નવી રકમ ઉદ્ધારતી વખતે જૂનીજમારકમમાંથી કેટલીક રકમઉદ્ધારમાં ટ્રાન્સફર થઈ જાય.
જે કાંઈ રકમો ઉદ્ધારાઈ હોય તે ખાતેદાર ચાહે તો ભૂંસી શકે....પણ એને ભૂંસતા આવડવું જોઈએ...તો ઉદ્ધાર પાસાની બધી જનોંધ ગાયબ થઈ જાય. બીજી રીતે કહીએ તો આ બેન્ક જ સામેથી ખાતેદારોને કહે છે કે માત્ર પાંચ-પચ્ચીશ હજારની રકમ નહીં પણ કરોડો કે અબજોની રકમ અમારે લેણી નીકળતી હશે તો પણ જ્યાં સુધી એ Due નહીં થાય. અને બેંક વસુલાત કરવાનું ચાલુ નહીં કરે ત્યાં સુધીમાં ખાતેદાર જો યોગ્ય રીતે અરજી કરે તો ભારે ઉદારતાપૂર્વક બેંક એ બધું લેણું માફ કરી દેશે... એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. પણ જો ખાતેદાર એ કરવામાં નિષ્ફળ રહે અને બેંક વસુલાત ચાલુ કરી દે. તો પછી એક પાઈ પણ માફ કરવામાં નહીં આવે પૂરેપૂરા લેણાની વસુલાત માટે જે કાંઈ
For Private and Personal Use Only